તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સ્થાયી સમિતિએ મનપાના ખર્ચનો 3-3 મહિનાનો હિસાબ માંગ્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષના હિસાબો રજૂ કરતાં નિર્ણય લેવાયો

ગાંધીનગર કોર્પોરેશનમાં મંગળવારે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં એકાઉન્ટ વિભાગ દ્વારા ઓક્ટોબર-2018થી જૂન-2020 સુધીના ઉપજ અને ખર્ચના હિસાબો રજૂ કરાયા હતા. જેને પગલે સ્થાયી સમિતિ દ્વારા એકાઉન્ટ વિભાગને 3-3 મહિનાના વિગતવાર હિસાબ રજૂ કરવા માટે કહ્યું હતું.

સ્થાયી સમિતીના સભ્યોએ અગાઉ એકાઉન્ટ ઓફિસર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેમાં, જીપીએમસીના નિયમ મુજબ દર 3 મહિને મનપાના હિસાબો સ્થાયી સમિતી સમક્ષ રજૂ કરવાના હોય છે. આ મામલે અનેક વખત તાકીદ કરવા છતાં એકાઉન્ટ ઓફિસરે હિસાબો રજૂ કર્યા ન હોવાનો દાવો કરાયો હતો. ત્યારે મંગળવારે મળેલી બેઠકમાં હિસાબોનો આંકડો રજૂ થતાં સ્થાયી સમિતિના સભ્યોએ 3-3 મહિનાનો પાવતી સાથેનો હિસાબ રજૂ કરવા માટે કહ્યું હતું. મેયરની ગ્રાન્ટમાંથી 18.45 લાખના ખર્ચે શબવાહિની ખરીદવા, ડમ્પિંગ સાઈટની તથા વોર્ડની કામગીરી માટે 4 જેસીબી લેવા માટે ગર્વનમેન્ટ ઈ- માર્કેટ મારફતે 1,61,45,000ના ખર્ચે ખરીદી, અલગ-અલગ વોર્ડમાં કચરાની કામગીરી માટે 5 બંધ બોડીના ટીપર લેવા માટે 59.95 લાખનું ટેન્ડર, બિલ્ડિંગ વેસ્ટ મટિરીયલ અને સફાઈ સંલગ્ન કામગીરી માટે 47.56 લાખના ખર્ચે બંધ બોડીના 2 ટીપર ડમ્પર ખરીદવા અંગે ભલામણ આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો