તંત્ર સજ્જ:હવે ટ્રાફિક પોલીસની સ્પીડ વધશે, દરેક જિલ્લામાં ટૅક્નૉલૉજી યુક્ત 2 નવી ઇનોવા કાર અપાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર ગાંધીનગર સહિત તમામ જિલ્લાની ટ્રાફિક પોલીસને કાર ફાળવશે
  • એક કાર ઇન્ટરસેપ્ટર તરીકે અને બીજી હાઈ-વે પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે

જમાનો ટૅક્નૉલૉજી યુક્ત બની રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસને પણ ટૅક્નૉલૉજી યુક્ત બનાવાઈ છે. રાજ્યમાં હાલમાં ટ્રાફિક પોલીસ ટવેરામાં હાઈ-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે હવે એક દાયકા જૂની ટવેરાને નિવૃત્ત કરવાનો સમય થઈ ગયો છે. સરકાર ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લાની ટ્રાફિક પોલીસને નવી ઇનોવા કાર આપશે, જે આરોપીઓ અને ગુનો કરીને ભાગી જતા વાહનચાલકોને પકડવામાં મદદરૂપ થઈ શકશે.

ગુનેગારો સ્પિડમાં ચાલતાં વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસને પણ સ્પિડમાં દોડી શકે તેવી 2 ઇનોવા કાર આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના તમામ જિલ્લામાં ઇન્ટરસેપ્ટર તરીકે કાર્યરત ટવેરાને દૂર કરી ઇનોવા કાર અપાશે. જ્યારે અન્ય એક ઇનોવાને હાઈ-વે મોબાઇલ તરીકે ઉપયોગ કરી શકે તે માટે અપાશે.

ઇનોવામાં સ્પીડ ગન સહિતની સુવિધા હશે
ઇનોવામાં સ્પિડ ગન સહિત ફાયર એક્ટિંગ્યુશર, હેલોઝન સહિતની લાઇટ મૂકાશે, જેનો રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ઉપયોગ કરી શકશે. ઉપરાંત હાઈ-વે પર કોઈ અકસ્માત થાય તો ફાયર અને એબ્યુલન્સ આવે તે પહેલાં ઈજાગ્રસ્તોને બચાવી શકાય તે માટે અલગ પ્રકારનું કટર અપાશે.

‘હાઇવે’ પર સ્પીડમાં ચાલતાં વાહનોને ઝડપી મેમો આપી શકાશે
ટ્રાફિક પોલીસને 2 નવી ઇનોવા કાર ફાળવાશે, જેમાં એકનું નામ હાઈ-વે મોબાઇલ આપવામાં આવ્યું છે ત્યારે આ હાઈ-વે મોબાઇલમાં પાછળની સીટમાં તમામ ટૅક્નૉલૉજી ફિટ કરાશે, જેમાં ખાસ કરીને સ્પિડ ગન ફિટ કરાયેલી હશે. તે ડાબી-જમણી બાજુ ફરી શકશે અને મોબાઇલને હાઈ-વે પર એક જગ્યાએ પાર્ક કરીને સ્પિડમાં આવતાં વાહનોની સ્પિડ ચેક કરી મેમો આપવામાં ઉપયોગી બનશે.

અન્ય સમાચારો પણ છે...