તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાગેલી સ્પીડ લિમિટના બોર્ડ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બન્યા છે. ફરતા થયેલા મેસેજમાં સ્પીડ લિમિટમાં ટ્રાફિક વ્યવસ્થા કે રોડ સેફ્ટિને પ્રાથમિકતા અપાઈ ન હોવાનો આક્ષેપો થયા છે.
મળેલી માહિતી પ્રમાણે, જિલ્લા ટ્રાફિક પોલીસે સરકારના સપ્ટેમ્બર-2019ના પરીપત્ર મુજબ નક્કી થયેલી સ્પીડ લિમિટના બોર્ડ તૈયાર કરી જે-તે સમયે નક્કી કરેલી કેટલીક જગ્યાઓ પર બોર્ડ લગાવાયા હતા. કોરોનાકાળ બાદ ટ્રાફિક પોલીસે સ્પીડ ગનથી મેમોની કામગીરી તેજ બનાવી હતી. જેને પગલે અનેક સ્થળે વાહનચાલકો સ્પીડ લિમિટ અંગે ખબર જ ન હોવાનું કહીં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યાના બનાવો પણ બન્યા હતા. જેને પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના દરેક રસ્તા પર અનેક જગ્યાએ ગતિ મર્યાદાના બોર્ડ મારી દેવાયા છે. તેમજ ઠેર-ઠેર લાગેલા બોર્ડને પગલે સ્પીડ લિમિટનો મુદ્દો સોશિયલ મિડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. સામાન્ય રીતે કાર કરતાં બસની સ્પીડ લિમિટ હંમેશા ઓછી રખાય છે પણ અહીં ઊંધું છે. જેમાં પ્રાઇવેટ કારની સ્પીડ 40 રખાઈ છે જ્યારે એ જ કાર ટેક્સી થઇ જાય ત્યારે સ્પીડ 50ની કરવાની છૂટ છે.
જોકે આશ્ચર્ચની વાત તો એ છે કે, કાર કરતાં બાઈકની સ્પીડ વધુ રખાઈ છે, જેમાં 100 સીસીથી ઓછા ટુ વ્હીલર માટે 50 જ્યારે 100 સીસીથી વધુ વાળા ટુ વ્હીલરને 60ની સ્પીડ પર દોડાવી શકાય છે. સામાન્ય રીતે અકસ્માતની કોઈપણ ઘટનામાં ફોર વ્હીલર કરતાં ટુ વ્હીલરમાં જોખમ વધુ રહેલું હોય છે. આમ છતાં અહીં કાર કરતાં બાઈકને 10થી 20ની વધુ સ્પીડ ગતિ મર્યાદા આપવામા આવી છે.
બસ અને માલ વાહક વાહનોની સ્પિડ પણ કારથી વધુ બતાવવામા આવી છે
8 બેઠકથી વધુ નહીં તેટલા પેસેન્જર વાળી ગાડીને 70ની સ્પીડ લિમિટ અને 9 બેઠકથી વધુ ક્ષમતા ધરાવતા બસ સહિતના વ્હીકલને 60ની સ્પીડ અપાઈ છે. તો માલ વાહક વાહનોની સ્પીડ 60 નક્કી કરાઈ છે. રિક્ષાને પ્રાઈવેટ કારની જેમ જ 40ની સ્પીડે દોડાવી શકાય છે અને ટ્રેક્ટરની સ્પીડ 30 નક્કી કરાઈ છે. બસ અને હેવી વ્હીકલનું મોમેન્ટમ વધારે હોવાથી તેને વાળવામાં અને બ્રેક મારવામાં વાર લાગે એટલે હંમેશા તેની સ્પીડ અન્ય વાહનો કરતાં ઓછી રખાતી હોય છે. હાવેઈ પર પણ કારની સ્પીડ લિમિટ 100 અને હેવી વ્હિકલને 80ની ગતિ મર્યાદા અપાય છે. પરંતુ અહીં સિટી વિસ્તારમાં તેનાથી ઊલ્ટુ મોટા વાહનોને સ્પીડ વધુ અને કારની સ્પીડ ઓછી રખાઈ છે.
શું કહે છે રોડ સેફ્ટી એક્સપર્ટ?
આ અંગે રોડ સેફ્ટી કન્સલટન્ટ અમિત ખત્રીએ જણાવ્યુ કે સિટી વિસ્તારમાં ટુ વ્હીલરની 60ની સ્પિડ લિમિટ ન આપી શકાય, જો કે, 40થી વધારે સ્પીડ ન આપી શકાય. કોમર્શિયલ વાહનની ગતિ મર્યાદા પ્રાઈવેટ વાહનથી વધુ હોય તેવું મારા માન્યામાં આવતું નથી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થવાના અને મોતના કિસ્સા ટાળવા ટુ વ્હીલર પર જતાં બંને લોકોને હેલ્મેટ અને કારમાં બેઠેલા ચારેય માટે સીટ બેલ્ટ હોવા જરૂરી છે.
સ્પિડ ગનથી દોઢ વર્ષમાં 500થી વધુ વાહનચાલકને 4.68 લાખથી વધુનો દંડ
ગાંધીનગર પોલીસને જુન-2019માં સ્પીડ ગન આપવામાં આવી હતી, જે બાદ પોલીસ કામગીરી શરૂ કરતાં અત્યાર સુધી 499થી વધુ વાહન ચાલકોને 4.66 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. જેમાં ટુ વ્હીલર ચાલક પાસે 1500, ફોર વ્હીલર ચાલક પાસેથી 2 હજાર અને ભારે વાહનો પાસેથી 4 હજારનો દંડ વસૂલાય છે. શહેરના જૂદા-જુદા રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા ઉભા રહીને સ્પીડ ગનથી મેમો ઈશ્યૂ કરાય છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.