તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ પ્રવક્તાના પુત્રની દાદાગીરી:સરગાસણ ચોકડી પાસે હોમગાર્ડને માર માર્યો; રાત્રે બેરિકેડ હટાવી કાર લઇ જતાં હોમગાર્ડે અટકાવતાં બબાલ કરી

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કારણે રાત્રિ કર્ફ્યુ સરકાર દ્વારા નાખવામા આવ્યો છે. ત્યારે શહેરના નાકા ઉપર પોલીસ પહેરો મુકવામા આવ્યો છે. ત્યારે ગઇ કાલ મોડી રાત્રે કોંગ્રેસ નેતાના પુત્ર અને પત્ની પોતાની કાર લઇને સરગાસણ પ્રમુખનગર પાસે પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બેરીકેડ મુકવામા આવ્યા હતા. જ્યાં પોતાની રીતે બેરીકેડ હટાવી જવાનો પ્રયાસ કરતા હતા, તે સમયે હોમગાર્ડ દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારે નેતા પુત્રે હોમગાર્ડ સાથે માથાકૂટ કરી હતી અને મારામારી કરતા સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામા આવ્યો હતો.

કર્ફ્યૂમાં બહાર નીકળવાનું કહેતા બંને ભાઈ ઉશ્કેરાયા
મળતી માહિતી મુજબ હર્ષ નિમેશકુમાર શાહ અને તૃષા નિમેશકુમાર શાહ બંને દિકરો અને માતા ગત મોડી રાત્રે પોતાની કાર નંબર જીજે 01 કેજી 4712 લઇને ખ0 તરફથી આવતા હતા અને પ્રમુખ નગર તરફ જતા વચ્ચે બેરીકેડ મુકવામા આવ્યા હતા. તે સમયે હર્ષ દ્વારા પોતાની કાર રોકીને બેરીકેડ દુર કરવા જતો હતો. ત્યારે હોમગાર્ડ પિનાકીનભાઇ અને અલ્કેશભાઇએ રોક્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે, શા માટે નાઇટ કર્ફ્યુમાં નિકળો છો ?. તેમ કહેતા હર્ષ ઉશ્કેરાઇ ગયો હતો અને હોમગાર્ડ સામે ગાળો બોલવા લાગ્યો હતો. તમે અમારા નોકર છો અમે તમારા નોકર નથી, તમારી વર્ધી ઉતારી દઇશ કહી બબાલ કરી હતી.

ગાળો બોલી ગાર્ડને ગડદાપાટુનો માર માર્યો
ત્યારબાદ ગાળો બોલવા લાગ્યા હતા અને ઝપાઝપી બાદમા ગળદાપાટુનો માર માર્યો હતો. મારામારીથી ખ0 સર્કલ પાસે રહેલા કોન્સ્ટેબલને બોલાવ્યા હતા. ત્યારે હોમગાર્ડે હર્ષ સામે માસ્ક નહિ પહેરવા, રાત્રિ કફ્ર્યુનો ભંગ કરવા બદલ અને ફરજમાં અડચણ કરવા બદલ ફરિયાદ દાખલ કરાવવામા આવી હતી. ઉલ્લેખનિય છેકે, હર્ષના પિતા નિમેશભાઇ કોંગ્રેસના કાર્યકર્તા છે અને ટીવીમાં ડીબેટ કરવા પણ જાય છે.

અન્ય સમાચારો પણ છે...