ઉત્તરાયણ:ગાંધીનગરનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું, લપેટ લપેટની ચીસોથી શહેર ગુંજી ઉઠયું

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંધિયા જલેબીની લિજ્જત સાથે અબાલ વૃદ્ધ સહું કોઈએ ઉતરાયણની મજા માણી

ઉત્સવ પ્રિય ગાંધીનગરની જનતા કોરોના મહામારીના ટેન્શન વચ્ચે પણ મનમૂકીને સવારથી પતંગ પર્વની ઉજવણી કરવામાં મશગુલ બની ગયા છે. ઊંધિયા જલેબીની લિજ્જત સાથે અબાલ વૃદ્ધ સહું કોઈ ઉતરાયણની મજા માણી રહ્યા છે. જ્યારે ગાંધીનગર મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા દાન- પુણ્યના પાવન પર્વ ઉત્તરાયણના શુભ અવસરે ગાંધીનગરમાં વિવિધ સેવા વસ્તી ખાતે બાળકોને પતંગ, સિંગ-તલની ચીકીનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ગુજરાતની ઉત્સવપ્રિય જનતાનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ . બે દિવસ સુધી લોકોને જીવનની ચિંતા છોડી આનંદ મેળવવાની પ્રેરણા આપતો આ તહેવાર એક જ એવો તહેવાર છે જેની ઉજવણી તારીખ મુજબ એટલે 14 મી જાન્યુઆરીએ જ કરવામાં આવે છે. બહુ ઓછા એવા તહેવાર હોય છે જેની અબાલ-વૃદ્ધ સહુ કોઈ રાહ જોતા હોય છે અને ઉત્તરાયણ એમાંથી એક છે. દિવાળી અને હોળીની જેમ જ આ તહેવાર આખા દેશમાં હોંશે હોંશે ઉજવાય છે.

ગાંધીનગર જિલ્લામાં ઉત્તરાયણ તેમજ મકરસંક્રાંતિનો તહેવાર ભારે ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે. પાટનગરના વસાહતીઓએ મોટાભાગનો સમય મકાનોના ધાબાઓ અને અગાશીઓ ઉપર જોવા મળી રહ્યા છે. ઉત્તરાયણના દિવસે પવનદેવે જોઇએ તેવો સાથ આપ્યો આપતાં પતંગ રસિકોમાં આનંદ છવાઈ ગયો છે.

ગાંધીનગરના ધાબાઓ પરથી કાપ્યો છે અને એ લપેટના નારા સવારથી ગુંજતા રહ્યાં છે. જ્યારે ઘણી જગ્યાએ સાંજ ઢળ્યા બાદ આતશબાજી નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં અબાલવૃદ્ધ જેની રાહ જોઇ રહ્યાં હતાં તે ઉત્તરાયણની અને મકરસંક્રાંતિની ઉજવણી પાટનગરના ખૂબ જ ઉત્સાહથી કરવામાં આવી રહી છે .

મોટાભાગના નગરજનો મકાનોના ધાબાઓ પર, અગાશી ઉપર પહોંચી ગયા હોવાથી નગરના માર્ગો સૂમસામ થઈ ગયા છે. માર્ગો પર વાહનોની ઓછી અવરજવર જોવા મળી રહી છે. મોટાભાગના વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખીને ઘણાં સમયથી રાહ જોવાઇ રહેલા આ પર્વને પરિવારસહ પતંગની મજા લીધી હતી.

ઉપરાંત નગરની અનેક અગાશીઓ પર મોટા વોલ્યુમે મ્યૂઝિક સિસ્ટમ સતત સંગીત રેલાવતી રહી છે . તે સાથે નગરજનોએ ઊંધિયા, જલેબી, ફાફડા, તલ સાંકળી, તલના લાડુ, ઉપરાંત બોર, શેરડી, જામફળ વગેરેની લહેજત માણી હતી.

અન્ય સમાચારો પણ છે...