તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:રાજકીય પક્ષોની ખેંચતાણ વચ્ચે સેક્ટર 24ની ગટરની સમસ્યા હલ થતી નથી

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેતાઓ માત્ર ફોટો પડાવી, આશ્વાસન આપી જતા રહે છે: અનેક રહીશો પરેશાન
  • નેતાઓ કામગીરીનો જસ ખાટવા મથે છે પણ 20 દિવસથી ઉભરાતી ગટરોનો ઉકેલ નથી લાવતા: આમ આદમી પાર્ટી દ્વારા ફરી વખત તંત્રને લેખિતમાં રજૂઆત કરવામા આવી

શહેરના સેક્ટર-24 ખાતે ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વચ્ચેની રાજકીય ખેંચતાણ વચ્ચે સામાન્ય નાગરિકોની સમસ્યાનો હલ થતો નથી. સેક્ટર-24 ઈન્દિરાનગર ખાતે નાગરિકો ગટર ઉભરાવવાની સમસ્યાથી ત્રસ્ત છે. રાજકીય પક્ષોના નેતાઓ આવીને ફોટો પડાવીને જતાં રહે છે. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે ફરીવાર મ્યુ.કમિશનર અને પાટનગર યોજના વિભાગને લેખિત રજૂઆત કરી છે

આમ આદમી પાર્ટી તરફથી આ મુદ્દે ફરીવાર મ્યુનિસિપલ કમિશનર અને પાટનગર યોજના વિભાગને લેખિત રજૂઆત કરી છે. આપનો દાવો છે કે તેમના સ્થાનિક નેતા દ્વારા રજૂઆતોને અંતે ગુરૂવારે ઈન્કવારીના માણસા આવ્યા હતા અને સફાઈ ચાલુ થઈ હતી જે માટે ફાયટર મશીન પર આવી ગયું હતું. જે બાદ ભરત જોશી પોતાના કામથી નીકળી ગયા હતા. શુક્રવારે સવારે ફરી સ્થાનિકોએ ફોન કરીને સમસ્યાનો ઉકેલ આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.

આ અંગે ભરત જોશીએ કહ્યું હતું કે, ‘હું સવારે ઈન્દિરાનગર વિસ્તારમાં ગયો ત્યારે સ્થાનિકોએ કીધું હતું કે ગુરૂવારે આવેલી ફાયટર મશીન મારા ગયા પછી પાછુ આવ્યું જ ન હતું. મારા કામથી લોકો ખુશ ન થાય તે માટે બીજા રાજકીય પક્ષના નેતાઓએ ફાયટર પાછુ મોકલી દીધું હતું.’ આપના આક્ષેપો અને લોકોની રજૂઆતો વચ્ચે નેતાઓ તરફથી છેલ્લા 20 દિવસથી નાગિરકોને સમસ્યા ઉકેલના દિલાસા જ અપાઈ રહ્યાં છે. હાલમાં આ મામલે તંત્રમાં રજૂઆત કરાઈ છે ત્યારે લોકો હવે રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...