સરકારી ભરતીમાં કૌંભાડ ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે પોલીસ પર કાર ચડાવી દેવાની ફરિયાદ નોંધવામા આવી હતી. ગત 5 એપ્રિલના રોજ ફરિયાદ બાદ યુજરાજસિંહને સેન્ટ્રલ જેલમા મોકલી દેવાયો હતો. આ બાબતે ગાંધીનગર સેશન્સ કોર્ટમા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. જેમા ચૂકાદો અનામત રખાયો હતો. ત્યારે વિદ્યાર્થી નેતાને ગાંધીનગરની હદમા પ્રવેશ નહિ કરવાની શરતે જામીન આપવામા આવ્યા હતા.
એસપી કચેરી કેમ્પસમા વિદ્યાસહાયકોની ભરતીમા જગ્યાઓ વધારવાની માંગ સાથે ઉમેદવારો દેખાવો કરી રહ્યાં હતાં. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પોલીસ કર્મચારી ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવાના ગુનામા સેક્ટર- 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ હતી. આ બાબતે ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં બંને પક્ષ દ્વારા દલીલો કરવામા આવ્યા બાદ કોર્ટે શનિવારે જામીન અરજી ઉપર ચૂકાદો આપ્યો હતો. જેમા યુવરાજને ગાંધીનગરની હદમા નહિ પ્રવેશવાની શરતે જામીન આપવામા આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.