તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મરજીયાત હોવા છતાં ટાર્ગેટ પૂરો કરવા માટે કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવાના વિવાદ વચ્ચે કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ આપવાની કામગીરી તારીખ આજથી પ્રારંભ કરાશે. જે લાભાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો હશે તેને બીજો ડોઝ અપાશે.
કોરોનાની મહામારી દેશમાં નબળી પડી રહી છે. ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની 2400 જેટલી લેબોરેટરીમાં કોરોનાની વેક્સિનના સંશોધન શરૂ કરાયા છે. તેમાં કોવિશિલ્ડ વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. ત્યારે દેશમાં બનેલી કોરોનાની કોવિશિલ્ડ વેક્સિન દેશવાસીઓને મફત આપવાની કામગીરી વડાપ્રધાને દેશભરમાં ગત તારીખ 16મી, જાન્યુઆરીના રોજ શરૂ કરી હતી. જેમાં જિલ્લાના 12000 જેટલા હેલ્થકેર વર્કરોએ વેક્સિન લીધી હતા. જ્યારે ત્યારબાદ શરૂ કરાયેલા બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન 15000 જેટલા વર્કરોને આપવામાં આવી છે. કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લેવાની ગાઇડ લાઇન હતી. આથી મેડિકલ અને પેરામેડિકલના કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનનો 0.5 એમએલ બીજો ડોઝ આપવાની કામગીરી તારીખ 15મી, જાન્યુઆરીના રોજ શરૂ કરાશે.
વેક્સિનના બીજા તકબક્કામાં ફ્રન્ટ લાઇન વર્કરોને હાલમાં અપાઈ રહી છે. ત્યારે વેક્સિનનો ટાર્ગેટ પુરો કરવા માટે વેક્સિન લેવી મરજીયાત હોવા છતાં કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છુટા કરવા સુધીની ચીમકી આપી હતી. ઉપરાંત વેક્સિન કેમ નથી લેવી તેનું લેખિત કારણપણ લેવામાં આવી રહ્યું હોવાનો બળાપો સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં ઉઠ્યો છે. ત્યારે વિરોધના વિવાદ વચ્ચે વેક્સિનનો બીજો ડોઝ અપાશે.
ગાંધીનગર સિવિલમાં બીજા ડોઝની વ્યવસ્થા
કોરોનાની કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ જે આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં લીધો હોય ત્યાં જ બીજો ડોઝ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મનપા વિસ્તારમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી અેપોલો હોસ્પિટલ, મોકાસણ, પાલુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને માણસા ડિસ્ટ્રીક સબ હોસ્પિટલ ખાતે અપાશે તેમ જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.