જાહેરાત:એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત કરાયો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને રસી આપવા ફેરફાર કરાયો ટૂંક સમયમાં બીજી તારીખ જાહેર કરાશે

બાળકોને રસી આપવાની કામગીરી ચાલી રહી હોવાથી દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો સ્થગિત રાખવાનો આદેશ શિક્ષણ બોર્ડે કર્યો છે. આગામી સમયમાં નવી તારીખો જાહેર કરાશે.વધતા જતા કોરોનાના કેસ વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તેની સાથે જ દેશના વડાપ્રધાને ગત તારીખ 3જી, જાન્યુઆરી-2022થી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવાની જાહેરાત કરી હતી. આથી રાજ્યના આરોગ્ય વિભાગે કવાયત હાથ ધરી દીધી હતી. જ્યારે બીજી તરફ એકમ કસોટી લેવાની હોવાથી પહેલાં વિદ્યાર્થીઓની કસોટી લેવી કે પહેલાં રસી અપાવી તેવી દ્વિધા ભરેલી સ્થિતિ શાળાના શિક્ષકોની બની રહી હતી.

જોકે શિક્ષકોની મુંઝવણનો એકમ કસોટીના પ્રથમ દિવસે જ શિક્ષણ બોર્ડે ઉકેલ લાવ્યું હોય તેમ દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કાને હાલ પુરતો સ્થગિત રાખવાનો આદેશ કર્યો છે. જેમાં હાલમાં 15થી 18 વર્ષના બાળકો માટે કોવિડ-19 રસીકરણનો કાર્યક્રમ તારીખ 3જી, જાન્યુઆરીથી તારીખ 7મી, જાન્યુઆરી-2022 સુધીનો જાહેર કર્યો છે. આથી દ્વિતીય એકમ કસોટીનો બીજો તબક્કો હાલ સ્થગિત રાખ્યો છે. ઉપરાંત આ તબક્કાની તારીખો અંગેની સુચના હવે પછી આપવામાં આવશે તેવો આદેશમાં ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...