તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનની નવી ગાઇડલાઇન:પહેલો ડોઝ લીધાની તારીખથી હવે 84 દિવસ પછી જ રસીનો બીજો ડોઝ મળશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિકોલના ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન પર બે દિવસ પહેલા ભારે ભીડ જામી હતી. પણ હવે નિયમ બદલાતા અહીં રસી લેનારાની લાઇન દેખાતી નથી. - Divya Bhaskar
નિકોલના ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન પર બે દિવસ પહેલા ભારે ભીડ જામી હતી. પણ હવે નિયમ બદલાતા અહીં રસી લેનારાની લાઇન દેખાતી નથી.
  • કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 12થી 16 અઠવાડિયાનો ગાળો રાખવાના નિર્ણયથી ફેરફાર
  • એક દિવસ અગાઉ 42 દિવસના ગાળાનો નિયમ અમલમાં મુકી લોકોને પાછા કઢાયા હતા
  • નિયમ બદલાતા નિકોલના ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાઇનો બંધ

કેન્દ્ર સરકારે કોરોનાની રસી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12થી 16 અઠવાડિયાનો એટલે કે 3થી 4 મહિનાનો રાખવાની માર્ગદર્શિકા બહાર પાડતા હવે રસી કાર્યક્રમનું સમયપત્રક પણ બદલાશે. જે લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે તેમણે પહેલો ડોઝ લીધાની તારીખથી ઓછામાં ઓછા 84 દિવસ પછી જ રસીનો બીજો ડોઝ મેળવવાનો રહેશે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવીએ જણાવ્યું હતું કે, શુક્રવારથી ત્રણ દિવસ 18થી 45 વર્ષની વયજૂથના જે લોકોને શિડ્યૂલ મુજબ એપોઇન્ટમેન્ટ અપાઇ છે અને જેમને એસએમએસ મળ્યા છે તેમને જ રસી મુકવામાં આવશે. આ વયજૂથના જે લોકોને એપોઇન્ટમેન્ટ મળી નથી તેમને આ ત્રણ દિવસ રસી મુકવામાં આવશે નહીં. અગાઉ રસીના બે ડોઝ વચ્ચે 42 દિવસના ગાળાનો નિયમ હતો પરંતુ હવે ફરીથી કેન્દ્ર સરકારે માર્ગદર્શિકામાં ફેરફાર કરતા રસી લેનારા માટે પણ સમયપત્રક બદલાયું છે. નવી માર્ગદર્શિકા મુજબ બે ડોઝ વચ્ચે 84થી 112 દિવસનો ગેપ રાખવાનો રહેશે.

સોમવારથી 45+ને પહેલો ડોઝ મળશે
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતને રસીનો જથ્થો ઉત્પાદક કંપની તરફથી ખૂબ મર્યાદિત માત્રમાં મળતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. આથી 17 તારીખ પછી પણ 45થી વધુ વયજૂથના લોકો માટે પહેલા ડોઝનું જ રસીકરણ થશે. જ્યારે બીજા ડોઝની રસી લેવાની તારીખ તેમને પહેલા ડોઝના ત્રણથી ચાર મહિના બાદ જ ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...