તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:બિલેશ્વરપુરા ગામની શાળાની શિક્ષિકાએ ‘ચકલી વધાવો’ અંતર્ગત માળા બનાવ્યા

ગાંધીનગર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માળા ઉપર સફેદો કરીને બાળકોને મનપસંદ કલર પણ કર્યા

ચકલી વધાવો કાર્યક્રમ અંતર્ગત બાળકો પાસે પુંઠાના માળા બનાવડાવીને તેના પર ચુનાથી કલર કરાવ્યો હતો. ત્યારબાદ કલરીંગ માળા બાળકોને આપીને તેના ઘરની આસપાસના વિસ્તારમાં મુકવા આપ્યા હતા. કોરોનાની મહામારીને પગલે એકાદ વર્ષથી શાળાઓ બંધ રહ્યાં બાદ રાજ્ય સરકાર દ્વારા ગત ફેબ્રુઆરીમાં અપર પ્રાઈમરી ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હતી.

વિશ્વ ચકલી દિવસની ઉજવણીની સાથે સાથે બાળકોમાં પક્ષીઓ પ્રત્યે પ્રેમ જાગૃત્ત થાય અને પર્યાવરણની જાગૃત્તતા આવે તે માટે બિલેશ્વરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા મિત્તલબેન પંડ્યાએ ચકલી વધારો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષિકાએ નકામા પુંઠા ભેગા કરીને તેમાંથી ચકલીનો માળો કેવી રીતે બનાવવો તે બાળકોને શિખવ્યું હતું. ત્યારબાદ શાળાના 30 જેટલા બાળકોની પાસે ચકલીઓ માટેના માળા બનાવડાવ્યા હતા.

પુંઠામાંથી બનાવેલા માળા પર સફેદો મારવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો પાસે મનપસંદ પર્યાવરણને લગતા ચિત્રો દોરાવ્યા હતા. કલરીંગ માળાઓને બાળકોને જ આપીને આસપાસના વિસ્તારમાં લગાવવા આપ્યા હોવાનું શિક્ષિકા મિત્તલબેન પંડ્યાએ જણાવ્યું છે.

ચકલીઓના માળા બનાવનાર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષિકા દ્વારા દાતાની મદદથી ઇનામરૂપે કંપાસ આપવામાં આવ્યા હતા. શિક્ષિકાના નવતર પ્રયોગથી બાળકોમાં પક્ષી પ્રત્યેની સંવેદનશીલતા વધશે અને ચકલીઓ અંગે માહિતી મળશે તેમ શિક્ષિકા મિત્તલબેન પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો