તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રીનેસ્ટ કેપિટલ માટે પ્રયાસ:ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા માટે આજથી“સેવ ગ્રીન ગાંધીનગર” પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ અને હેપ્પી યુથ ક્લબના દ્વારા પ્રોજેકટ શરૂ કરાયો
  • પ્રોજેકટમાં ભાગ લેનાર વૃક્ષારોપણનો સંકલ્પ કરી તેને પાર પાડનાર ગાંધીનગરવાસીને આયોજકો રથયાત્રાના દિવસે “ઇ-સર્ટિફિકેટ”થી સન્માનિત કરશે

ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા અને ગ્રીનેસ્ટ કેપિટલનો દરજ્જો ફરી પાછો અપાવવાના પ્રયાસમાં ભાગીદાર થવાના આશયથી શહેરના પર્યાવરણપ્રેમી યુવાનોની સ્વૈચ્છિક સંસ્થાઓ “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” અને “હેપ્પી યુથ ક્લબ”ના સંયુક્ત ઉપક્રમે આજે 5મી જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં જોડાઈને ગાંધીનગરવાસીઓ પોતે નિશ્ચિત કરેલી સંખ્યામાં વૃક્ષારોપણનો સંકલ્પ લઈ ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આયોજકો દ્વારા એક ઓનલાઇન લિન્ક લોન્ચ કરવામાં આવી

આજે સવારે ગાંધીનગરના વાવોલ- કોલવડા માર્ગ પર મા એનિમલ ફાઉન્ડેશનના આકાર લઈ રહેલા એનિમલ કેર સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરીને આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”અંતર્ગત આયોજકો દ્વારા એક ઓનલાઇન લિન્ક લોન્ચ કરવામાં આવી હતી . જેમાં આપેલ સંકલ્પ ફોર્મ ભરીને દરેક શહેરીજને તા.૫મી જૂનથી તા. 30 મી જૂન સુધી પોતે નિશ્ચિત કરેલી સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવાનો રહેશે. પ્રોજેક્ટ "સેવ ગ્રીન ગાંધીનગર" ફક્ત ગાંધીનગર પૂરતો મર્યાદિત રાખવામા આવ્યો છે અને આ પ્રોજેકટમાં ભાગ લેનારે જેટલાં વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો હોય તેટલા વૃક્ષોના છોડ મેળવવા આયોજકોની મદદ કરશે.

સંકલ્પ લેનારે 30મી જુન સુધીમાં વૃક્ષારોપણ કરવાનું રહેશે

સંકલ્પ લેનારે વૃક્ષારોપણ કરવા માટે પોતાની પસંદગીની જગ્યાએ મોડામાં મોડુ તા.30મી જુન સુધીમાં વૃક્ષારોપણ કરીને તેની સાથેનો પોતાનો એક સેલ્ફી પ્રોજેકટ કોઓર્ડિનેટરના મોબાઈલ નંબર પર વ્હોટ્સએપથી પોતાના નામ સાથે મોકલી આપવાનો રહેશે. આ વૃક્ષારોપણનું આયોજકો દ્વારા મૂલ્યાંકન કરી ખરાઈ કરાયા બાદ જો ભાગ લેનારને આગામી તા.12મી જુલાઇ “રથયાત્રા”ના પવિત્ર દિવસે “ઇ-સર્ટિફિકેટ”થી સન્માનિત કરવામાં આવશે. આ પ્રોજેકટમાં વધુ માહિતી માટે પ્રોજેકટ કો-ઓર્ડિનેટર વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ કલ્પેશ જોશીનો મો. નં. 94270 51352 છે જેના પર સંપર્ક સાધી શકાશે.

પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”માં ભાગ લેવા માટે આયોજક સંસ્થાઓ “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” અથવા “હેપ્પી યુથ ક્લબ”ના ફેસબુક પેજ કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપેલ લિન્ક ઓપન કરીને સંકલ્પ પત્ર ભરી શકશે.આ પ્રોજેક્ટને ગાંધીનગર જિલ્લા વન વિભાગ ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ જેવી કે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ, ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ, “ગાંધીનગર ચમકાવવું છે” ગ્રૂપ, પ્રકૃતિ રક્ષા અભિયાન તેમજ મા એનિમલ ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો હતો .

અન્ય સમાચારો પણ છે...