નિર્ણય:સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોના કરાર આધારિત તબીબોના વેતનમાં વધારો થયો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તબિબોના માસિક વેતનમાં રૂપિયા 14000નો વધારો

રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કરાર આધારીત તબિબોના માસિક વેતનમાં રૂપિયા 14000નો વધારો કરવામાં આવ્યો છે. જોકે તબિબોને મળવાપાત્ર વેતન ખાનગી પ્રેક્ટિસ વિના જ મંજૂર કરવામાં આવ્યા હોવાનો આદેશમાં ઉલ્લેખ કર્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબિબોના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

જોકે પગાર વધારાનો લાભા માત્ર કરાર આધારીત ફરજ બજાવતા તબિબોને જ લાગુ કરવામાં આવશે. જોકે રાજ્યભરના તબિબોએ પોતાના વેતન વધારાની માંગણી કરી હતી. જેને પરિણામે રાજ્યના આરોગ્ય વિભાગે કરાર આધારીત તબિબોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

તબિબોને ખાનગી પ્રેક્ટિસની છુટ સાથે હાલમાં માસિક વેતન 70000 હતો. તેમાં 10 હજારનો વધારો કરીને તારીખ 1લી, જાન્યુઆરીથી રૂપિયા 80000 કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી પ્રેક્ટિસ વિના હાલમાં તબિબોને મળતો માસિક ફિક્સ વેતન રૂપિયા 84000 હતો. તેમાં રૂપિયા 11000નો વધારો કરતા માસિક કુલ 95000નું વેતન નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...