કોરોના અપડેટ:સે-4ના છાત્રને કોરોના ,વધુ 2132 લોકોએ રસી લીધી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે જિલ્લાના મનપા વિસ્તારના સેક્ટર-4નો 19 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાયો છે. ગત 30 સપ્ટેમ્બરે કુડાસણનો 17 વર્ષનો વિદ્યાર્થી કોરોનામાં સપડાયો હતો. ત્યારબાદ ગત શુક્રવારે કોરોનાએ જિલ્લામાં વિરામ લીધો હોય તેમ એકપણ કેસ નોંધાયો નથી.

જોકે કોરોના કેસમાં ગોકળગતિએ થઇ રહેલા વધારાને જોતા નવરાત્રી કે દિવાળીમાં પરિસ્થિતિ વધારે વણસી શકે તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં બ્રેક કે બાદ નોંધાતા કોરોનાના કેસની વચ્ચે લોકો વેક્સિન પણ લઇ રહ્યા છે. જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં શનિવારે જિલ્લાના 2132 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 1179 વ્યક્તિએ રસી લીધી છે. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 953 લોકોએ રસીનો ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...