નિયમ ભંગ:નાના ફોન્ટમાં ગુનાઈત ઉમેદવારોની જાહેરાત કરી નિયમનો ભંગ કરાયો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજકીય પાર્ટીએ જાહેરાતમાં પસંદગીનું કારણ રજૂ કર્યું નથી
  • આ અંગે ​​​​​​​એડીઆરએ પક્ષો સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

રાજ્યમાં ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો માટે ચૂંટણી પંચના કહ્યા પ્રમાણે ઉમેદવારે અને રાજકીય પાર્ટીએ અખબારોમાં જાહેરાત આપવાની હોય છે. જેથી મતદારો તેમના ગુનાથી વાકેફ થઇ શકે અને નક્કી કરી શકે કે આ ઉમેદવારને મત આપવો કે નહીં. આમ છતા ગંભીર ગુના ધરાવતા ઉમેદવારો અને પાર્ટીએ યોગ્ય રીતે જાહેરાત ન આપતા મતદારો તેમના ગુનાઓથી વાકેફ ન થઇ શકે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. આથી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોમર્સ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરાઇ છે.

ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારો વર્ષ 20‌17ની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનમાં 15 હતા, તેને બદલે વર્ષ 2022ની ચૂંટણીમાં 21 ટકા થયા છે એટલે કે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધી છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે દરેક પાર્ટીએ અને દરેક ઉમેદવારે તેના ગુનાઓની જાણકારી માટે સ્થાનિક અખબારોમાં અલગ અલગ રીતે જાહેરાત આપવાની રહેશે. આ જાહેરાતની પણ સ્પષ્ટતા કરી છે કે, સ્થાનિક અખબારો અને એક ગુજરાતી સિવાયની ભાષાના અખબારોમાં જાહેરાત આપવાની રહેશે.

આ ચૂંટણીમાં રાજકીય પક્ષોએ જાહેરાત આપી છે, પણ કેટલાક ઉમેદવારોએ સ્થાનિક અખબારોમાં જાહેરાત આપી નથી. નિયમ પ્રમાણે રાજકીય પાર્ટીએ અલગ રીતે અને ઉમેદવારે અલગ રીતે જાહેરાત આપવાની છે. આ જાહેરાતનો અક્ષરની સાઇઝ 12 નંબરના ફોન્ટની હોવી જોઇએ તેવી પણ સ્પષ્ટતા કરી છે. આમ છતા રાજકીય પાર્ટીઓએ જાહેરાત આપી છે, પણ તેના અક્ષરની સાઇઝ નિયમ પ્રમાણેની છે નહીં. ઉપરાંત રાજકીય પાર્ટીઓએ ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને શું કામ ઉભા રાખ્યા તેના કારણો પણ આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...