તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:રથયાત્રાને લીધે ગાંધીનગરથી અમદાવાદ જતી ST બસોના રૂટમાં ફેરફાર કરાયા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાબરમતી, ઇન્દિરાબ્રિજથી જતી બસોને ફેરફારવાળા રૂટ પર દોડાવવાની સુચના
  • ભગવાનની નગરચર્યાને પગલે ગાંધીનગરથી વાયા સાબરમતી કે ઇન્દિરાબ્રિજથી અમદાવાદ તરફ જતી એસટી બસોના રૂટમાં એક જ દિવસ માટે ફેરફાર કરાયા

અમદાવાદમાં નિકળનારી ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રાને પગલે ગાંધીનગરથી વાયા સાબરમતી અને ઇન્દિરાબ્રીજથી અમદાવાદ જતી બસોના રૂટમાં ફેરફાર કર્યા છે. આ રૂટની અમલવારી રથયાત્રા પૂર્ણ થાય નહી ત્યાં સુધી કરવા એસ ટી નિગમે આદેશ કર્યો છે.કોરોનાની મહામારીને પગલે ગત વર્ષે અમદાવાદમાં ભગવાન શ્રીજગન્નાથજી, બહેન સુભદ્દા અને મોટાભાઇ બલભદ્દની નગરચર્યા નિકળી ન હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેર પછી હાલમાં કોરોનાના કેસમાં ઓટ આવી છે. ત્યારે જમાલપુર ખાતેના જગન્નાથજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા તારીખ 12મી, સોમવારે વાજતે ગાજતે નિકળશે.

જોકે રથયાત્રા રૂટ ઉપર લોકોની ભીડ થાય નહી અને કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે કરફ્યુ રાખવામાં આવ્યો છે. ભગવાનની નગરચર્યાને પગલે ગાંધીનગરથી વાયા સાબરમતી કે ઇન્દિરાબ્રીજથી અમદાવાદ તરફ જતી એસ ટી બસોના રૂટમાં એક જ દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યા છે. નવા રૂટની ચુસ્ત અમલવારી કરવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે તમામ વિભાગીય નિયામકોને તેમજ સબંધિત ડેપોને આદેશ કર્યો છે. ભગવાનની રથયાત્રાને પગલે ભલે રૂટ ઉપર કરફ્યુ રાખ્યો હોય પરંતુ એસ ટી બસોને ચાલુ રાખવામાં આવી છે. પરંતુ એસ ટી બસોના રૂટમાં ફેરફાર કર્યો છે.

તેમાં ગાંધીનગરથી વાયા સાબરમતીથી અમદાવાદ જતી બસોને સુભાષબ્રીજ, ઇન્કમટેક્ષ, ટાઉનહોલ, પાલડી, અંજલી ચારરસ્તા થઇને ચંડોળા તરફ નવા બ્રીજ ઉપર થઇને ભુલાભાઇ ચાર રસ્તાથી ગીતામંદિર જવાનું રહેશે. જ્યારે ગાંધીનગરથી વાયા ઇન્દિરાબ્રીજથી સીવીલ, કાલુપુર થઇને અમદાવાદ જતી બસોએ સવારે 6થી બપોરના 2 કલાક સુધી સીવીલ અથવા પાલડી થઇ સંચાલન કરવાનું રહેશે તેમ એસ ટી નિગમના અમદાવાદ વીભાગીય નિયામકે આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...