કોરોના અપડેટ:જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો 75 સંક્રમિત અને 37 દર્દી સાજા થયા

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપા વિસ્તારમાં સૌથી વધુ 41 અને 4 તાલુકામાં 34 કેસ સામે આવ્યા

છેલ્લા ચારેક દિવસથી મનપા વિસ્તારમાં કોરોનાના કેસમાં ઓટની વચ્ચે મંગળવારે સુનામી આવતા જિલ્લામાં કોરોનાના નવા કુલ કેસનો આંકડો 75એ પહોંચ્યો છે. મનપા વિસ્તારમાંથી નવા 41 લોકો સંક્રમિત થયા છે. જ્યારે તેની સામે 27 દર્દીઓ સાજા થયા છે. ઉપરાંત ચાર તાલુકામાંથી નવા 34 કેસની સામે 10 દર્દીઓ સાજા થયા છે. હાલમાં ચાલી રહેલી કોરોનાની ચોથી લહેરમાં જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વેગ પકડી રહ્યું હોય તેમ નોંધાતા કેસ પરથી લાગી રહ્યું છે. જોકે છેલ્લા ચાર દિવસથી મનપા વિસ્તારમાંથી કોરોનાના કેસ ઓછા નોંધાતા હતા. તેમાં મંગળવારે એકાએક ઉછાળો આવતા કોરોનાના 41 કેસ નોંધાયા છે.

મનપાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ સેક્ટર-1નો 41 વર્ષીય યુવાન, સેક્ટર-2માંથી 23 વર્ષીય અને 19 વર્ષીય યુવતીઓ, સેક્ટર-3ના 40 વર્ષીય મહિલા, સેક્ટર-4ના 40 વર્ષીય યુવાન, સેક્ટર-6માંથી 29 વર્ષીય અને 30 વર્ષીય યુવાનો, સેક્ટર-7માંથી 20 વર્ષીય બે યુવતી, 40 વર્ષીય યુવાન, સેક્ટર-8ની 35 વર્ષીય મહિલા, સેક્ટર-12નો 37 વર્ષીય યુવાન, સેક્ટર-13ની 24 વર્ષીય યુવતી, સેક્ટર-20માંથી 31 વર્ષીય મહિલા, 44 વર્ષીય યુવાન, સેક્ટર-23ની 32 વર્ષીય મહિલા, સેક્ટર-24નો 35 વર્ષીય યુવાન, સેક્ટર-25ની 73 વર્ષીય મહિલા, સેક્ટર-29માંથી 23 વર્ષીય, 25 વર્ષીય યુવાનો, 61 વર્ષીય વૃદ્ધ, 22 વર્ષીય યુવતી, 66 વર્ષીય મહિલા, સેક્ટર-30માંથી 60 વર્ષીય, 72 વર્ષીય બે વૃદ્ધો, બોરીજમાંથી 36 વર્ષીય મહિલા

42 વર્ષીય યુવાન, જીઇબીની 19 વર્ષીય મહિલા, કુડાસણની 33 વર્ષીય મહિલા, પેથાપુરમાંથી 26 વર્ષીય, 35 વર્ષીય, 45 વર્ષીય યુવાનો, 73 વર્ષીય વૃદ્ધ, 28 વર્ષીય યુવતી, રાયસણનો 35 વર્ષીય યુવાન, સરગાસણમાંથી 22 વર્ષીય, 35 વર્ષીય, 29 વર્ષીય મહિલાઓ, 90 વર્ષીય વૃદ્ધ, વાવોલનો 37 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જિલ્લાના આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના ધારીસણાની 14 વર્ષીય વિદ્યાર્થીની, ખાનપુરનો 27 વર્ષીય યુવાન, હાલીસાનો 40 વર્ષીય યુવાન કોરોનાાગ્રસ્ત થયો છે.

ગાંધીનગર તાલુકાના ચિલોડાની 32 વર્ષીય મહિલા, છાલામાંથી 50 વર્ષીય આધેડ, 50 વર્ષીય મહિલા, 70 વર્ષીય વૃદ્ધ, 20 વર્ષીય યુવતી, ધણપનો 47 વર્ષીય યુવાન, લવારપુરની 28 વર્ષીય મહિલા, વલાદનો 22 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. કલોલ તાલુકાના ગોલથરાની 60 વર્ષીય મહિલા, નારદીપુરમાંથી 21 વર્ષીય, 24 વર્ષીય યુવતીઓ, 36 વર્ષીય મહિલા, પલિયડમાંથી 30 વર્ષીય મહિલા, 39 વર્ષીય યુવાન, ડિંગુચામાંથી 33 વર્ષીય યુવાન

19 વર્ષીય યુવતી, પાનસરના 60 વર્ષીય વૃદ્ધ, પલસાણાની 36 વર્ષીય મહિલા, સઇજમાંથી 60 વર્ષીય વૃદ્ધ, 36 વર્ષીય, 43 વર્ષીય, 30 વર્ષીય, 22 વર્ષીય યુવાનો, નગરપાલિકા વિસ્તારમાંથી 27 વર્ષીય, 75 વર્ષીય, મહિલા, 27 વર્ષીય, 28 વર્ષીય યુવાનો, 17 વર્ષીય વિદ્યાર્થીની, 50 વર્ષીય આધેડ, 12 વર્ષીય વિદ્યાર્થી જ્યારે માણસા તાલુકાના પુંધરાની 50 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...