તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કટરથી હુમલો કરી ફોન લૂંટનારા શખ્સને રિક્ષાચાલકે ઝડપી પાડ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમીયતપુરમાં ફોન, શેરથા પાસે લૂંટનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો

જમીયતપુર ખાતે રિક્ષા ચાલકના ગળા પર કટર મુકીને ફોનની લૂંટ કરનાર ઝડપાયો હતો. આરોપીએ શેરથા પાસે અન્ય એક વ્યક્તિ પાસેથી પણ લૂંટનો પ્રયત્ન કર્યો હતો જેની મદદથી રિક્ષા ચાલકે આરોપીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.

ચાંદલોડીયા રહેતાં ધર્મેન્દ્રભાઈ સોનીએ અડાલજ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મંગળવારે રાત્રે અમદાવાદથી કલોલની વર્ધી લઈને ગયા હતા. પરત કલોલથી એક પેસેન્જર મળ્યો હતો જેણે ત્રી મંદિર ઉતારવા કહ્યું હતું. પેસેન્જરે રિક્ષા ચાલકના ગળા પર કટર મૂકતા તેઓએ રિક્ષા ઉભી રાખી હતી, શખ્સે ફોન માંગતા રિક્ષાચાલકે ના પાડતા તેણે કટરથી તેમને ગળા અને મોઢા પર ઈજાઓ કરી ફોન લઈને ભાગી ગયો હતો. રિક્ષાચાલકે ત્રી મંદિર પાસે આવી અન્ય લોકોને જાણ કરી હતી.

રિક્ષા સ્ટેન્ડ પર ધર્મેન્દ્રભાઈને શેરથાનો સુનિલ ઠાકોર મળતા તેણે જણાવ્યું કે, તે કલોલ પેટ્રોલપંપથી નોકરી પૂરી કરી આવતો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેની રિક્ષામાં બેસાડી ગળા પર છરી જેવું હથિયાર મુકી પૈસા અને ફોન માગતા સુનિલ ચાલુ રિક્ષામાંથી ભાગી આવ્યો હતો. ફરિયાદી ધર્મેન્દ્ર સોની અને સુનિલે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતાં આરોપી પકડાતા જેને પોલીસ સ્ટેશન લઈ જઈને તે કલોલનો રાહુલ ગોપાલભાઈ પટણી હોવાનું ખૂલ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો