હાલાકી:જૂનાં સચિવાલય અંડરપાસમાં રિક્ષા ફસાઇ, ધક્કા મારીને ખેંચવી પડી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસું નજીક છતાં પ્રિ-મોનસૂન કામગીરી નહીં
  • વરસાદમાં પણ આ જ સ્થિતિ રહી તો પાણી ભરાવાના કારણે ખાડો દેખાશેે નહીં અને અકસ્માત સર્જાવાની સેવાયેલી ભીતિ

શહેરમા ચોમાસાએ દસ્તક દઇ દીધી છે. શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. હજુ સુધી મહાપાલિકા દ્વારા મોન્સુન કામગીરી શરૂ કરવામા આવી નથી. ત્યારે શહેરના સેક્ટર 21 તરફથી જૂના સચિવાલયના મીનાબજાર તરફ જતા અંડરપાસમા તંત્રના પાપે રિક્ષા ફસાઇ હતી. રોડ તુટેલી હાલતમાં હોવાના કારણે ખાડામાં અનેક વાહનો ફસાય છે. ત્યારે જો વરસાદમાં પણ આજ સ્થિતિ રહી તો પાણી ભરાવાના કારણે ખાડો દેખાસે નહીં અને અકસ્માત સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે.

પાટનગરમાં નવા અંડરપાસ એક પછી એક મંજૂર કરવામા આવી રહ્યા છે. બીજી તરફ જે અંડરપાસ છે તેની મરામત કરવામા આવતી નથી. સેક્ટર 21 તરફથી જૂના સચિવાલય પાછળના ભાગે આવેલા મીના બજાર તરફ અંડરપાસમાં થઇ ને જઇ શકાય છે. અંડરપાસમાં થોડા સમય પહેલા જ મરામત કરવામા આવી હતી. આજુબાજુમાં આવેલી દિવાલોને પ્લાસ્ટર કરાયુ હતુ. જ્યારે નવો રોડ બનાવ્યાને વર્ષો વિતી ગયા છે. અંડરપાસની વચ્ચે મોટા ખાડા પડી ગયા છે. જેમાં અવર જવર કરતા વાહનો અનેક વાર ફસાઇ જાય છે.

જો વાહન ચાલકના ધ્યાનમાં ખાડો ના આવે તો ટુવ્હીલર ચાલક પટકાઇ શકે છે. ત્યારે આજે શુક્રવારે સવારના સમયે એક રીક્ષા ખાડામાં ફસાઇ હતી. એકા એક ચાલકનુ ધ્યાન જતા તેને પુરતા પ્રયાસ કર્યા હતા. જોકે રીક્ષામાં પેસેન્જર ન હોવાના કારણે કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ ચોમાસા દરમિયાન આ જગ્યામાં પાણી ભરાય છે અને જો કોઇ વાહન ચાલકના ધ્યાન ના આવે તો મોટો અકસ્માત સર્જાઇ શકે છે. ત્યારે તંત્ર ચોમાસા પહેલા જાગે અને કામગીરી કરે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...