તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PSIના ઘરમાં ચોરી:ગાંધીનગરમાં નિવૃત PSI પુત્રની સારવાર માટે અમદાવાદ ગયાં અને પાછળથી તસ્કરો ઘરમાં હાથ સાફ કરી ગયાં

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો તિજોરીના તાળા તોડી અંદરથી રૂ. 1.38 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના લઇ ફરાર

ગાંધીનગર અડાલજના ઉવારસદનાં દેવકૃપા રીધમ ફલેટમાં રહેતા નિવૃત પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુત્રને બ્લેક ફંગસની સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યારે બંધ મકાનનો ફાયદો ઉઠાવી તસ્કરોએ મકાનના દરવાજા તેમજ તિજોરીના તાળા તોડીને અંદરથી રૂ. 1.38 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હોવા અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગરનાં ઉવારસદનાં દેવ કૃપા રીધમ ફ્લેટ મકાન નંબર 101માં રહેતા 64 વર્ષીય નિવૃત પોલીસ સબઇન્સ્પેકટર સંજયભાઈ ભલાભાઈ દેસાઈ વર્ષ 2015થી અહીના મકાનમાં રહે છે. જેમના મોટા પુત્ર જીગ્નેશને બ્લેક ફંગસની બીમારી થઈ હોવાથી સંજયભાઈ ગત.તા. 24/05/2021 ના રોજ તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા હતા. જ્યાં સિવિલમાં જિગ્નેશને વોર્ડ નંબર ઈ-08માં દાખલ કર્યો હતો.

બાદમાં બીજા દિવસે સંજયભાઈએ તેમના પત્ની તેમજ જિગ્નેશની પત્નીને પણ અમદાવાદ બોલાવ્યા હતા. જેનાં પગલે સાસુ વહુ સરગાસણના મકાનને તાળું મારીને અમદાવાદ સિવિલ ગયા હતા. તે દરમિયાન નિવૃત પીએસઆઇ સંજયભાઈ દેસાઈનાં અસારવામાં આવેલા બીજા મકાનમાં સાસુ વહુ રોકાયા હતા. જ્યારે સંજયભાઈ પુત્ર જીગ્નેશ સાથે સિવિલમાં રોકાતા હતા.

અમદાવાદ સિવિલમાં સઘન સારવાર પછી જિગ્નેશને રજા આપી દેવામાં આવતા સંજયભાઈ ગઈકાલે સાંજે પરત ઉવારસદનાં ફ્લેટ પર આવ્યા હતા. જેમણે મકાનના લોખંડની જાળી વાળો દરવાજો ખોલીને જોતા લાકડાના દરવાજાનો નકુચો તૂટેલો હતો. જેથી તેમને અંદાજ આવી ગયો હતો કે મકાનમાં ચોરી થઈ છે. તે પછી તેઓએ મકાન પ્રવેશીને જોતા બેડરૂમની તિજોરીનો સરસામાન વેર વિખેર પડ્યો હતો અને તિજોરીના ખાનાઓમાંથી સોના ચાંદીના દાગીના ગાયબ હતા. જેનાં પગલે તેમની ફરિયાદના આધારે અડાલજ પોલીસ રૂ. 1.38 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...