તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કોંગ્રેસના પૂર્વ પ્રમુખની નારાજગી 5 થી 6 સીટોને અસર કરી શકશે

ગાંધીનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોંગ્રેસ ઉમેદવારો પૂર્વ પ્રમુખને મનાવવા કવાયત હાથ ધરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકીટની વહેંચણીને લઇને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પક્ષના પૂર્વ પ્રમુખની નારાજગી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો ઉપર અસર પડે તેવી શક્યતા રહેલી છે. આથી ચૂંટણી પૂરતા નારાજ પૂર્વ પ્રમુખને મનાવવા માટે કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની સાથે સાથે કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયત તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ભરાઇ ગયા છે. તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇને છેલ્લી ઘડીએ મૌનની સ્થિતિ બની રહી હતી. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસ તારીખ 13મી, શનિવારે પૂર્વ સંધ્યાએ ટિકીટની વહેંચણીને લઇને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જશુભા રાણાની નારાજગી સામે આવી છે. જોકે ટિકીટની વહેંચણીને લઇને જશુભા રાણાએ વર્ષોથી કોંગ્રેસ પક્ષને માનનારા અને નિષ્ઠાવાન કાર્યકરોને ટિકિટ નહીં આપીને અન્યાય કર્યાની પ્રતિક્રિયા આપી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટિકિટને વહેંચણીને લઇને કરેલા અન્યાયના વિરોધમાં પૂર્વ પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે બીજી તરફ છાલાની બેઠક ઉપર ઉમેદવારની અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યું છે. આથી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની નારાજગી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સીટો ઉપર તેના માઠા પરિણામ કોંગ્રેસને ભોગવવા પડશે તેવી શક્યતા રાજકીય પંડિતોએ વ્યક્ત કરી છે.

જિલ્લા પંચાયતની છાલા, સાદરા, ડભોડા, વલાદ, હાલીસા, મહુડી, લોદરા, કડજોદરા અને અડાલજની સીટ ઉપર અસર પડી શકે તેવી શક્યતા રહેલી છે. આ બધી સીટો ઉપર રાજપૂત અને ઠાકોર સમાજના મતદારોનું ધ્રુવીકરણ થવાની શક્યતા રહેલી છે. આજ રીતે નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર આના માઠા પરિણામ ભોગવવા પડે તેવી શક્યતા રહેલી છે. જોકે સાચું ચિત્ર મતગણતરી પછી બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો