અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીમાં હવે માત્ર 1.43 કિલોમીટરના રૂટનું કામ બાકી રહ્યું છે. જોકે, આ કામ પૂરું કરીને આગામી ડિસેમ્બર 2023માં મેટ્રો રેલ સેવાઓ સંપૂર્ણ પણે શરૂ કરી દેવાનું આયોજન હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.
દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો રેલ હાલ 38.6 કિલોમીટર લંબાઇમાં વસ્ત્રાલ ગામથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધી કાર્યરત છે. હાલ 1.43 કિલોમીટરના કામો પ્રગતિમાં છે.
અમદાવાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કામાં કુલ 40.03 કિલોમીટરમાંથી 38.6 કિલોમીટરમાં હાલ મેટ્રો રેલ દોડી રહી છે. બાકીના 1.43 કિલોમીટરમાં મેટ્રો સેવાઓ ડિસેમ્બર 2023માં શરૂ થઈ જશે. ગત ઓક્ટોબરમાં અમદાવાદમાં બંને કોરિડોરમાં મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અગાઉ મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. એ પછી નોકરિયાત વર્ગને મેટ્રો સેવાનો લાભ મળી રહે એ માટે ગુજરાત મેટ્રો રેલે 30 જાન્યુઆરીથી મેટ્રોનો સમય વધારીને સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીનો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.