તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં ખરી ઘરાકી 6 વાગ્યા પછી જ શરૂ થાય, 3 કલાક વધતાં ખાસ ફેર નહીં

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જરૂરિયાતની વસ્તુઓ લેવા બપોરે આવતા લોકો હવે સાંજેે આવે છે

ગાંધીનગર શહેરમાં શુક્રવારથી દુકાનો, લારી-ગલ્લા અને શોપિંગ કોમ્પ્લેક્ષ સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની શરૂઆત થઈ હતી. વેપાર ધંધામાં 6 કલાકનો સમય વધારાતા ધંધામાં સામાન્ય ફેર પડ્યો હોવાનું કહેવાય છે. કારણ કે કર્મચારીનગર કહેવાતા ગાંધીનગરની તાસીર પ્રમાણે ખરી ઘરાકી સાંજે 6 વાગ્યા પછી જ શરૂ થાય છે.

વેપારમાં સવારે 9થી સાંજે છ વાગ્યા સુધીની છૂટ અપાઈ છે. જેને પગલે વેપાર-ધંધાને ચોક્કસની વધારો થયો છે પરંતુ આ વધારો બહુ સામાન્ય છે. કોરોના વધતાં કેસોને પગલે રાજ્ય સરકારે ગાંધીનગર સહિતના શહેરમાં 27 એપ્રિલથી જીવનજરૂરિયાતની વસ્તુઓ સિવાયના વેપાર ધંધા બંધ કરાવી દીધા હતા. જેના 24 દિવસ પછી એટલે 21 મેથી કપડાં, સ્ટેશનરી શોપ, હેર કટીંગ સલૂન સહિતના વેપાર ધંધાને સવારે 9થી 3 સુધી ખુલ્લા રાખવા છૂટ અપાઈ હતી.

ત્યારે હવે શુક્રવારથી વેપાર-ધંધામાં વધુ ત્રણ કલાકની છૂટ શરૂ થઈ હતી. આ અંગે કપડાંનો વેપાર કરતાં વિજય પટેલે કહ્યું હતું કે,‘ સમય વધતાં ધંધામાં કોઈ ખાસ ફેર નથી પડ્યો કારણ કે પહેલાં જરૂરિયાતની વસ્તુઓ લેવા બપોરે આવતા લોકો હવે સાંજના સમયે આવે છે.

હોટેલોમાં ડાઈન-ઈનની છૂટ આપવી જરૂરી
સેક્ટર-16 ખાતે રેસ્ટોરન્ટ ચલાવતા પકિંલ પટેલે કહ્યું હતું કે,‘ હોટેલ-રેસ્ટોરાંમાંથી ટેકઅવેની સુવિધામાં કોઈ બિઝનેસ થતો નથી જેને કારણે અનેક લોકોએ પોતાની હોટેલો બંધ જ રાખી છે. હોટેલ-રેસ્ટોરાંની બિઝનેસને બેઠો કરવા માટે ટેકઅવે નહીં પણ ડાઈન-ઈનની છૂટ આપવી જરૂરી છે. ભલે 50 ટકા તો 50 ટકા પણ લોકો અહીં આવતા થાય તો અમારા વેપારમાં કોઈ વધારો થાય.’

અન્ય સમાચારો પણ છે...