તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથ નીકળશે નગરચર્યાએ:આજે સાંજ સુધીમાં રથયાત્રા અંગે જાહેરાત થઈ શકે છે, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું આજની મીટીંગ બાદ સ્પષ્ટતા થઈ શકે હાલ બધાને ‘જય જગન્નાથ’

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અમદાવાદમાં ભાજપના શાસકોએ રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરી.

આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રથયાત્રા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ આજે સાંજે નિર્ણય લેવાશે. રથયાત્રા અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જણાવ્યું કે આજની મીટીંગ બાદ આ અંગેની સ્પષ્ટતા થઈ શકે છે. હાલ બધાને જય જગન્નાથ.

કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી
રથયાત્રા બાબતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં ફક્ત ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગૃહવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાયા બાદ લેવામાં આવશે, કેબિનેટની બેઠક બાદ પણ રાજ્ય સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. રથયાત્રા કાઢવા માટેના રોડ મેપ બાબતે હજુ વિચારણા બાકી છે.

અમદાવાદમાં ભાજપના શાસકોએ રૂટનું નિરીક્ષણ કર્યું
અમદાવાદમાં ભાજપના શાસકોએ રૂટનું નિરીક્ષણ કર્યું

રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું
બેનરમાં ભગવાનશ્રી જગન્નાથની ઐતિહાસિક પારંપરિક 144મી રથયાત્રા 12-07-2021ને સોમવારે. બેનરમાં સામાજિક અંતર જાળવો અને માસ્ક પહેરો તેવું પણ લખ્યું છે. આજે બુધવારે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો એવા મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ અને કમિટીના ચેરમેનો દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ
રથયાત્રા રૂટ પર મેયર સહિત પદાધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રૂટ પર રોડના પેચવર્ક, જર્જરિત મકાનો વગેરેની તપાસ કરવામાં આવી હતી. ખાડિયા જેવા વિસ્તારમાં જ્યાં વધુ જર્જરિત મકાનો છે ત્યાં તેમજ અન્ય જગ્યાએ કોર્પોરેશન દ્વારા ત્રણ વાર રાઉન્ડ લઈ નોટિસ ઉપરાંત રીપેરીંગ કરવામાં આવ્યા છે. મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રોડના પેચવર્ક તેમજ જર્જરિત મકાનો અંગે તપાસ કરાઇ છે.

ખલાસીઓએ મંદિર ટ્રસ્ટને રથ ખેંચવા 120 ખલાસીઓનું લીસ્ટ સોંપ્યું
ખલાસીઓએ મંદિર ટ્રસ્ટને રથ ખેંચવા 120 ખલાસીઓનું લીસ્ટ સોંપ્યું

પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ અપાશે
15000થી વધુ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ બંદોબસ્ત માટે પહોંચી ચુક્યા છે. આજે સાંજે ચાર વાગ્યે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની આગેવાનીમાં અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તમાં આવેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...