સરગાસણની આશ્કા હોસ્પિટલમા પથરીના ઓપરેશન માટે દાખલ થયેલા 40 વર્ષિય દર્દીનુ મોત થયુ હતુ. જેને લઇને પરિવારે તબીબની બેદરકારીના લીધે મોત થયુ હોવાના આક્ષેપ સાથે બે દિવસ મૃતદેહ સ્વીકાર્યો ન હતો. સ્વજનોની તબીબ સામે ગુનો નોંધવાની માંગને પણ સ્વીકારવામા આવી ન હતી. ત્યારે રવિવારે સેક્ટર 12 સ્થિત રાજપૂત સમાજ ભવનમા સમાજના તમામ આગેવાનોને હાજર રહી મૃતકના પરિવારને ન્યાય અપાવવા આહવાન કરવામાં આવ્યુ છે.
બે દિવસ સુધી મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો. જ્યારે પોલીસ તંત્રએ પીએમ રીપોર્ટ આવ્યા પછી તબીબ કસુરવાર જોવા મળશે તો તેની સામે ગુનો નોંધવામા આવશે તેવી હૈયાધારણા આપ્યા પછી ગુરૂવારે મૃતકના અંતિમ સંસ્કાર કર્યા હતા. જોકે, પરિવારને સંતોષ થયો નથી. ત્યારે રવિવારે મૃતક સુરેન્દ્રસિંહની શોકસભા રખાઈ છે. સે 12 સ્થિત રાજપૂત સમાજ ભવન ખાતે સાંજે 5 કલાકે શોકસભા યોજાશે. તેમા સમાજના આગેવાનોને હાજર રહેવા આહવાન કરાયુ છે.
આશ્કા હોસ્પિટલમા પથરીની સારવાર માટે દાખલ થયેલા કુડાસણના વતની સુરેન્દ્રસિંહ હુકમસિંહ ચૌહાણનુ મોત થયુ હતુ. પથરીના ઓપરેશનમા દર્દીનુ મોત થયુ હોય તેવો કદાચ પહેલો કિસ્સો હશે. ત્યારે આ બાબતને લઇને પરિવારજનોએ તબીબની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા ઘટનાને દબાવવા પુરતા પ્રયાસ કર્યા હતા, જ્યારે તબીબ ફરાર થઇ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.