હાલાકી:1 ઈંચ વરસાદમાં જ જળબંબાકાર થઈ જતો દહેગામનો રેલવે અંડરપાસ

દહેગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ બાદ રસ્તો બિસમાર બની જતાં અનેક વાહનચાલકો પરેશાન
  • દર વર્ષે ચોમાસામાં સર્જાતા આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ

દહેગામ ચિલોડા ગાંધીનગર રોડ પર મગોડી રેલ્વે ક્રોસીંગથી ઓળખાતા માર્ગ પર રેલવે તંત્ર દ્વારા બ્રોડગેજ લાઇન નાખવામાં આવી તે વખતે અંડરપાસ બનાવાયો હતો.જેને માંડ ત્રણ વર્ષનો સમય થયો છે, ત્યાં જ અંડરપાસ નો મોટા રસ્તો બિસ્માર બનતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસાના સમયમાં માંડ એકાદ ઇંચ વરસાદ પડે ત્યારે અંડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને ત્રણથી ચાર દિવસ સુધી તે પાણી અંડરપાસ માંજ રહે છે છતાં પણ રેલવે તંત્ર આ પ્રશ્ન ઉકેલવામાં વામણું પુરવાર થાય છે.તો બીજી તરફ દર વર્ષે મોટા ખાડા પડતા તેનો કાયમી ઉકેલ પણ લવાતો નથી.

દહેગામ ગાંધીનગર રોડ પર રેલવે દ્વારા મીટરગેજ માંથી બ્રોડગેજ રેલવે લાઈન ના રૂપાંતર વેળા ક્રોસિંગ ને બદલે વાહનોની અવરજવર માટે અંડરપાસ બનાવાયો છે. અંડરપાસને માંડ ત્રણ વર્ષનો સમય થયો છે તેવામાં અંડર પાસમાંથી અવર જવર માટે પ્રવેશવાનાં મુખ્ય માર્ગમાં ઉપરાંત અંડરપાસમાં એકથી દોઢ ફૂટ સુધીના મસ મોટા ઠેર ઠેર ખાડા ટેકરા થઈ ગયા છે રોડની કાંકરીઓ પણ દિનપ્રતિદિન ખરી રહી છે. જેના કારણે આગામી સમયમાં રોડ વધુ બિસ્માર બનવાની શક્યતાઓ રહેલી છે.

દહેગામનો રેલવે અંડરપાસ ચિલોડા ,ગાંધીનગર હિંમતનગર તરફ જવાનો મુખ્ય માર્ગ હોવાથી અંડરપાસવાળા માર્ગ પરથી દૈનિક હજારોની સંખ્યામાં નાના મોટા વાહનોની અવરજવર રહે છે તંત્ર દ્વારા અંડરપાસમાં લાઈટો પણ લગાવાઈ નથી કે રેડિયમ કે રિફલેક્ટર પણ લગાવાયા ન હોવાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે વળાંકવાળા અંડરપાસમાંથી અવર જવર કરતાં વાહનચાલકો ને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી રેલવે તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ છે.દહેગામ ગાંધીનગર રોડ પર રેલવેના અંડરપાસનો રસ્તો મોટા ખાડાઓથી બિસમાર બનતા લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...