તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચા:જૂના મ્યુનિસિપલ કમિશનરની નજીકના અધિકારી કર્મચારીઓમાં નવાના ખાસ બનવા દોડ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનરે ચાર્જ સંભાળ્યો
  • ગરુવારે પ્રથમ દિવસે આખો દિવસ કોર્પોરેશનના કર્મચારીઓમાં નવા કમિશનર અને તેઓ કેવા પગલાં લેશે તે અંગેની ચર્ચાઓ જોવા મળી હતી

ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ ડો. ધવલ પટેલે ચાર્જ સંભાળ્યો છે. 2008ની બેચના આઈએએસ ધવલ પટેલ છેલ્લે સુરત કલેક્ટર હતા. 2009માં ગોધરાના આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જોડાયા હતા. 2012 સુધી ત્યાં રહ્યાં બાદ તેઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે 2015 સુધી રહ્યાં હતા.

2016થી 2018 સુધી તેઓ આણંદ જિલ્લા કલેક્ટર તરીકે હતા. ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર પદે રહેલાં ધવલ પટેલના શિરે હવે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલા કોર્પોરેશન તંત્રની છબી સુધારવાનો છે. નવા મ્યુનિ કમિશનરની સ્વચ્છ છબીથી કામગીરીમાં છબરડાં ચલાવી લેતાં કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓમાં આંતરિક ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા કોર્પોરેશનમાં છે.

અગાઉના મ્યુનિસિપલ કમિશનના નજીકના ગણાતા કેટલાક અધિકારી-કર્મચારીઓએ પોતાના માટે સેફ જગ્યા શોધવાની શરૂ કરી દીધી છે. તો કેટલાક અધિકારીઓ ભૂતકાળમાં કરેલાં કામોમાં ક્યાંય ભૂલ તો નથી રહી ગઈને તેની ચર્ચાઓ સાથે ચકાસણી શરૂ કરી દીધી છે. જેમાં ભૂતકાળની ભૂલો કે થયેલા છબરડાં સામે ન આવે કે કોઈ ચર્ચા ન કરે તેવા આયોજનો કરી દેવાયા છે. તો સામે પક્ષે કેટલાક અધિકારીઓને પ્લાનિંગ શરૂ કરી દીધા છે કે કઈ રીતે મ્યુનિસિપલ કમિશરનના ખાસ બની જવાય. ગુરૂવારે પ્રથમ દિવસે આખો દિવસ કોર્પોરેશનના કર્મચારીઓમાં નવા કમિશનર અને તે કેવા પગલાં લેશે તેની ચર્ચાઓ રહી હતી.ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર પદે રહેલાં ધવલ પટેલના શિરે હવે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલા કોર્પોરેશન તંત્રની છબી સુધારવાનો છે.

અન્ય સમાચારો પણ છે...