તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં રાજય ચૂટણી પંચના સત્તાવાર ડેશ બોર્ડ પર બપોરે 3.30 કલાકે 26.38 ટકા મતદાન થયું હોવાના આંકડા જાહેર કર્યા હતા પણ તે પછીના અઢી કલાકમાં એકાએક મતદાન 21.32 ટકા વધ્યું હતું. તેનો અર્થ એ થયો કે દર 22.5 સેકન્ડે 1 મત કેવી રીતે પડયો તેની સ્પષ્ટતા ચૂંટણી પંંચ જાહેર કરે તેવી માગ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ.મનિષ દોશીએ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા દોશીએ એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, દરેક પોલીંગ બુથ પર સરેરાશ 1000 આસપાસ મતદાતાની ગણતરી પ્રમાણે અઢી કલાકમાં 400 મત પડયા. મતદાન મથકો ખાલી હોવા છતાં બપોર પછીના સમયમાં દર 22.5 સેકન્ડે 1 મતનું મતદાન થયું હોવાનું ચૂંટણી પંચના આકડા બતાવે છે.
માસ્ક સાથે મતદારની ઓળખ કઈ રીતે કરાઈ?
ચૂંટણીમાં મતદાર મતદાન કેન્દ્રની અંદર દાખલ થાય પછી તેની પાસેના ઓળખના પુરાવાને ચૂંટણી પંચના રેકોર્ડ સાથે સરખામણી કરાય છે. મતદારના માસ્ક હટાવ્યા વગર ઓળખ કેવી રીતે કરાઈ તે અંગેની પણ સ્પષ્ટતા કરવા માટે કોંગ્રેસ પ્રવક્તાએ માગણી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.