કોઈ પણ વ્યક્તી, સમાજ, કે રાષ્ટ્રના વિકાસનો આધાર તે નાગરિકની તંદુરસ્તી અને ગુણવતા પર રહેલો છે. પવિત્ર મન અને સ્વસ્થ તન એ એકબીજાના પૂરક છે , અને તેથી જ મનની પવિત્રતા અને તનની તંદુરસ્તી ટકી શકે છે. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, સર્વે સુખોની પાયાની જરૂરિયાત નિરોગી શરીર છે. આજ વિચારો સાથે મધર્સ પ્રાઈડ સ્કૂલ, ગાંધીનગર દ્વારા શાળા કક્ષાએ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય અતિથિતરીકે ઘનશ્યામભાઈ સુદાણી ( 72 કલાક સતત રનર તેમજ વર્લ્ડ બુક રેકોર્ડર ) હાજર રહ્યા હતા. તેમને માનનીય પ્રધાનમંત્રીનું "ખેલશે ગુજરાત જીતસે ગુજરાત"નું સ્વપનું સાકર કરવા માટે મધર્સ પ્રાઈડ સ્કૂલ દ્વારા સ્પોર્ટ્સમાં બાળકોને અભિરુચિ વધે તે માટે જે પ્રયાસો કરવામાં આવી રહેલા છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.
સંસ્થાના પ્રિન્સિપાલ વૈશાલીબેન બેલાની, સલોનીબેન પટેલ તેમજ બધા જ શિક્ષકમિત્રોએ સ્પોર્ટ્સ ડે સફળ કરવા માટે ખુબજ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.