તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે રાજ્યમાં કોંગ્રેસે આંદોલનનની જાહેરાત કરી હતી. જે અનુસંધાને કોંગ્રેસ અધ્યક્ષા અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષની સુચનાથી રાજ્યના વિવિધ જિલ્લામાં શુક્રવારે પ્રદર્શન થયા હતા. જેમાં ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે જિલ્લા કોંગ્રેસે ‘હલ્લાબોલ’ના નામે નિરસ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે તેવી જાહેરાત કરવામા આવી હતી.
જોકે દર વખતની જેમ પ્રદર્શનમાં માંડ 25 લોકો હાજર રહ્યાં હતા. જેઓએ ઉપરથી આવેલા આદેશનું પાલન કરીને થોડા સુત્રોચ્ચાર કરીને ખેડૂતોના પ્રશ્ને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. ગાંધીનગરમાં જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ વચ્ચે તાલમેન ન હોવાનું અનેકવાર ચર્ચાય છે અને મોટાભાગના કાર્યક્રમોમાં તે દેખાય પણ છે. કારણ કે જિલ્લાના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો દેખાતા નથી. કાર્યક્રરો તો દૂરની વાત છે પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો ખાલી પ્રદર્શનમાં હાજર રહે તો પણ સંખ્યા 100થી વધુ થઈ જાય તેમ છે.
ત્યારે ગાંધીનગરમાં કોંગ્રેસની આ નિરસતા મનપાની આગામી ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવે તેમ છે. કોર્પોરેશનમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના જોરે જીતે તો કેટલાક કોંગ્રેસ તરફ મતદારોના કારણે. એક તરફ મહાનગર ભાજપ અત્યારથી જ કોર્પોરેશનની ચૂંટણી માટે માઈક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે. ત્યારે મનપામાં બે વખત જીતની નજીક આવીને સત્તાથી વિમુખ રહેલી કોંગ્રેસને આત્મમંથનની જરૂર હોવાની લાગણી કોંગ્રેસના અમુક કાર્યકરોમાં છે.
જિલ્લા યુવક કોંગ્રેસના નેતા તેમજ કાર્યકરો પણ ‘ઘેર’હાજર રહ્યા હતા
શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં એએસયુઆઈ પ્રમુખ સહિત એક-બે યુવા કાર્યક્રરો સિવાય કોઈ યુવા નેતા-કાર્યકરો જોવા મળ્યા ન હતા. યુથ કોંગ્રેસમાં પણ પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ જેવા બે ફાંટા પડેલાં હોવાની ચર્ચા છે. જેને પગલે યુવાનો નેતા-કાર્યકરો પણ બહુ ઓછા કાર્યક્રમોમાં દેખાતા હોય છે. ભાજપની જીત પાછળનું એક કારણ વરિષ્ઠ નેતાઓનું માઈક્રો પ્લાનિંગ અને યુવા નેતાઓની મહેનત પણ છે. તેની સામે જિલ્લા કોંગ્રેસમાં વિસ્તાર એટલા નેતા અને નેતા એટલા ગ્રૂપ જેવો ઘાટ ઘડાયો છે.
કોંગ્રેસ દ્વારા રવિવારે મોટા કાર્યક્રમના આયોજનનો દાવો કરવામાં આવ્યો
કોંગ્રેસ દ્વારા રવિવારે એટલે કે આવતીકાલે સત્યાગ્રહ છાવણી ખાતે મોટા કાર્યક્રમના આયોજનનો દાવો કરાયો છે. જેમાં પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ હાજરી આપવાના છે. સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીના કાર્યક્રમમમાં આખો દિવસ કાર્યકરો દેખાય અને વધુ પડતી ભીડ પણ ન થાય તે માટે કલોલ, દહેગામ, ગાંધીનગર, માણસા સહિતના વિસ્તાર પ્રમાણે નેતા-કાર્યકરોને હાજર રહેવા માટે સુચના આપવામાં આવી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.