• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Process Of Allotment Of 560 Dwellings Inaugurated By The Chief Minister In Gandhinagar Was Delayed, Errors Were Removed By The System At The Last Minute.

ફાળવણી પ્રક્રિયા ટલ્લે ચડી:ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલા 560 આવાસોનાં ફાળવણીની પ્રક્રિયા ટલ્લે ચડી, છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા ત્રુટિઓ કાઢવામાં આવી

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધનતેરસનાં દિવસે મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે આવાસોની ગુણવત્તા અંગેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. 149.80 કરોડના ખર્ચે નવનિર્મિત 560 બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે કર્મયોગીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરવામાં આવી હતી. એ સમયે માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મુખ્યમંત્રી દ્વારા આવાસોની ગુણવત્તા અંગે નિરીક્ષણ પણ કરાયું હતું. ત્યારે લોકાર્પણના વીસેક દિવસ થવા આવ્યા છતાં હજી સુધી માત્ર અગિયાર કર્મયોગીઓને જ આવાસોની ફાળવણી કરાઈ છે અને છેલ્લી ઘડીએ હવે ઘણા આવાસોમાં કેટલીક ત્રુટિઓ હોવાની કવેરી કાઢવામાં આવતાં આવાસોની ફાળવણીની પ્રક્રિયા ટલ્લે ચઢી છે.

રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલા બી ટાઇપના 280 અને સી ટાઇપના 280 આવાસોની આ વસાહતના લોકાર્પણ અવસરે માર્ગ મકાનમંત્રી પૂર્ણેશ મોદી, સાંસદ નરહરિ અમીન, ગાંધીનગરના નવનિયુકત મેયર હિતેશ મકવાણા, સચિવ સંદીપ વસાવા, મુખ્ય ઇજનેર પટેલિયા ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે મુખ્યમંત્રીએ સી ટાઇપ આવાસ બ્લોકની પ્રત્યક્ષ મૂલાકાત લઇને પૂરી પાડવામાં આવેલી સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ પણ કરાયું હતું.

આ વસાહતના આવાસોમાં વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફિક્સ ફર્નીચર, PNG ગેસ પાઇપ લાઇન કનેકશન, લિફટ, ફાયર સેફટી સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, વિશાળ પાર્કિંગ અને સિક્યુરિટી કેબિન જેવી અદ્યતન સવલતો પણ પૂરી પાડવામાં આવી છે તેની જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.તેમણે આવાસ ફાળવણી પત્રોનું પ્રતિક રૂપે 11 લાભાર્થી કર્મયોગીઓને વિતરણ પણ કર્યુ હતું. પરંતુ બાકીના આવાસની હજુ સુધી ફાળવણી થઇ નથી.

હવે વીર ભગતસિંહ નગર તરીકે લોકાર્પણ કરવામાં આવેલા આવાસોમાં તંત્ર દ્વારા બારી-દરવાજાનું યોગ્ય ફિટીંગ થયું નથી તેવી ત્રુટિઓ કાઢવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમયસર આવાસોની ફાળવણી નહીં થવાથી આક્ષેપો સાથે ઉહાપોહ પણ શરૂ થવા લાગ્યો છે. અને કોન્ટારક્ટર દ્વારા પણ હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હોવાથી કર્મચારીઓને નવા આવાસ સોંપવામાં આવી રહ્યાં નથી.

આ અંગે સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે સામાન્ય સુધારા અને સમારકામ ધ્યાને આવતા તેની પુર્તી કરવા કોન્ટ્રાક્ટરને કહ્યું છે. પરિણામે રહેવા આવનાર કર્મચારી પરિવારને કોઇ સમસ્યા થાય નહીં. બાંધકામ કે બારી-દરવાજા સહિતના ફીટિંગમાં કોઇ ક્ષતિ રહી નથી, પરંતુ એકાદ બે કિસ્સામાં યોગ્ય સુધારા કરવા કે સમારકામ કરવાનું નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવતા તે કામ કરી આપવા માટે કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી છે.

અને ગણતરીના દિવસોમાં જ નવા આવાસોની ફાળવણી કરવામાં આવશે. પ્રતિક્ષાયાદીમાં હોય તેવા કર્મચારીને બોલાવીને સીધી ચાવી આપી દેવા જેવી સિસ્ટમ હોતી નથી. પરંતુ તેના માટે જરૂરી પેપર પ્રોસિઝર નિયત કરવામાં આવેલી છે અને તેને પૂર્ણ કરવાનું અનિવાર્ય હોય છે. સરકારી આવાસની ફાળવણી કરવા માટે આ વહિવટી પ્રક્રિયા કરવાનું ફરજીયાત પણ છે તેમ વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...