અનેક સમસ્યાઓ તૈયાર:શહેરમાં ભીના-સૂકા કચરાની સમસ્યા યથાવત્, 25 થી 30 ટન કચરો જ!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટનગરના નવા મેયર સહિતની બોડી સામે અનેક સમસ્યાઓ પહેલાંથી જ તૈયાર
  • મનપામાં પ્રથમવાર બહુમતી સાથે ભાજપ સત્તામાં આવ્યા બાદ 21મીએ મળનારી સામાન્ય સભા મળશે

ગાંધીનગર કોર્પોરેશનમાં 21મીએ મળનારી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ અને તેના ચેરમેનની વરણી થશે. જંગી બહુમતી સાથે મનપાની સત્તા હાંસલ કરનાર ભાજપના કોર્પોરેટર્સમાં કોની લોટરી લાગશે તે તો ગુરૂવારે ખબર પડી જશે. જોકે મનપાના નવા પદાધિકારીઓ માટે અનેક સમસ્યાઓ પહેલાંથી જ રાહ જોઈને ઉભી છે.​​​​​​​ સૌથી મોટી સમસ્યા હાલ ભીના અને સૂકા કચરાની છે, છેલ્લા બે મહિનાથી વધુ સમયથી ભીના-સૂકા કચરાનો મુદ્દો હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે આ બાબત નવી બોડી માટે અનેક સમસ્યાઓ રહેશે તેમ લાગે છે.

આ અંગે મળતી માહિતી મુજબ હાલ પણ અંદાજે 25થી30 જેટલો જ કચરો અલગ આવે છે. બાકીનો કચરો હજુ પણ ભેગો જ આવે છે, લોકોના ઘરેથી કચરો ન ઉઠાવતા નાગરિકો જાહેર કચરા પેટીઓમાં જ કચરો નાખે દે છે. જેને પગલે અગાઉની સ્થિતિમાં હાલ જાહેર કચરા પેટીઓમાં કચરો ડબલ થઈ ગયો છે. જેને પગલે નવી બોડીને સૌથી મોટી પહેલી સમસ્યા ભીના-સુકા કચરાની સામે આવશે. જેમાં ભીનો-સુકો કચરો અલગ આપવા તૈયાર ન થતા અનેક નાગરિકોને કેવી રીતે સમજાવા તે સમસ્યા નવી બોડી સામે રહેશે. જેમાં નાગરિકોની ડસ્ટબીનની માંગણી નવી બોડી સંતોષશે કે નહીંતે જોવાનું રહે છે.

સફાઈનો સળગતો મુદ્દો
શહેરમાં સફાઈની સમસ્યાઓ છે. આ સિવાય પણ સફાઈ કામદારોના પ્રશ્નો વણ ઉકેલ્યા છે. જેમાં અનેક કામદારોની કાયમી કરવા, એજન્સીઓ દ્વારા સફાઈ કામદારોના પગારમાં કપાતનો આક્ષેપ નવી બોડી સામે આવશે.

5 વર્ષના કામોની ગુણવત્તા સામે સવાલો
પાટનગર ગાંધીનગરને સ્માર્ટસિટી બનાવવા થયેલા અનેક કામની ગુણવત્તા સામે અગાઉ અનેક વખત સવાલો ઉઠ્યા છે. ઘ-4 અંડરપાસ, સેક્ટર-28 ગાર્ડન, સરીતા ઉદ્યાન, ફૂટપાથના થયેલા કામોમાં કોંગ્રેસ સહિત શહેરની સામાજિક સંસ્થાઓએ કામની ગુણવત્તા સામે અનેક આક્ષેપો કરેલા છે. ત્યારે પાંચ વર્ષમાં થયેલા આવા કામની ગુણવતા મુદ્દે ઉઠતા સવાલો નવી બોડી સામે આવશે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...