તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીક્ષાંત સમારોહ:ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ ગાંધીનગર આવશે

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહાત્મા મંદિર ખાતે આગામી 23 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના ત્રીજા દીક્ષાંત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ ખાસ ઉપસ્થીત રહેશે. આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચડી, 26 એમ.ફીલ, 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે. ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી હસમુખ અઢિયાજી ઉપસ્થિત રહેશે. આ દીક્ષાંત સમારોહમાં 73 પીએચ.ડી., 26 એમ.ફિલ., 121 અનુસ્નાતક અને 24 સ્નાતક એમ કુલ 244 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર 21 વિદ્યાર્થીઓને સીયુજી ચંદ્રક પણ પ્રદાન કરવામાં આવશે. 12 વર્ષના ટૂંકા ગાળામાં જ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શિક્ષણના ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બની ગઈ છે. અહીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા થયેલ સંશોધનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. NIRF 2016ના રેંકિંગમાં આ વિશ્વવિદ્યાલયને ભારતમાં 60મુ સ્થાન મળ્યું હતું અને ગુજરાતના વિશ્વવિદ્યાલયોમાં બીજું સ્થાન મળ્યું હતું. NIRF 2017 અનુસાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય દેશના મહત્વના 150માંથી એક છે. ઉપરાંત આઉટલુક-2020ના સર્વેમાં ભારતની કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં 18મું સ્થાન પ્રાપ્ત થયું છે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં 11 સ્કૂલ ઓફ સ્ટડીઝ અને એક વિશેષ કેન્દ્રના માધ્યમથી નીચે પ્રમાણેના જૂદા જૂદા વિષયોમાં અભ્યાસ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો