હાલાકી:જિ.પં.ની અપીલ સમિતિની બેઠકમાં પ્રમુખ જ ગેરહાજર

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 સભ્ય હાજર હોવા છતાં કોઇને પ્રમુખ બનાવ્યા નહી: કામગીરી જ થઇ નહીં

ગાંધીનગર જિલ્લા પંચાયતની અપીલ સમિતિની બેઠક તાજેતરમાં પાંચેક દિવસ અગાઉ મળી હતી. જેમાં અપીલ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત નહી રહેતા કામગીરી થઇ નથી. જોકે સમિતિની બેઠકમાં અન્ય ત્રણ સદસ્યો હાજર હોવા છતાં તેમાંથી એક વ્યક્તિને સમિતિના કામ ચલાઉ પ્રમુખ બનાવીને પણ કામગીરી થઇ નહી.

અપીલ સમિતિની બેઠક જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલની અધ્યક્ષતામાં મળનારી હતી. પરંતુ સમિતિના અધ્યક્ષ જ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે સમિતિના અન્ય ત્રણ સભ્યો હાજર હોવા છતાં પંચાયત ધારાના નિયમ મુજબ ત્રણ સદસ્યોમાંથી એકપણને સમિતિના કામચલાઉ અધ્યક્ષ બનાવીને કામગીરી કરવામાં આવી નહી હોવાની ચર્ચા જિલ્લા પંચાયતના સદસ્યોમાં જોવા મળતી હતી. વધુમાં સમિતિના સચિવ તરીકે વર્ગ-3ના કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી હતી. જે પણ નિયમ વિરૂદ્ધ હોવાની ચર્ચા સદસ્યોમાં છે. પાંચેક દિવસ અપીલ સમિતિની બેઠકમાં ગેરહાજર રહેલા જિલ્લા પંચાયતના પ્રમુખે સોમવારે અપીલ સમિતિની બેઠક બોલાવી હતી. પરંતુ અન્ય ત્રણ સભ્યોને લેખિત જાણ કરી નહી હોઈ તેઓ ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...