પાલિકા-પંચાયતોના ઉમેદવારો મુદ્દે નિર્ણય:ગેરલાયક ઠેરવવાની સત્તા હવે કલેક્ટરોને સોંપાવામાં આવી, અત્યાર સુધી નિર્ણય ચૂંટણી આયોગ કરતું હતું

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા- તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી લડનારા ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબો નિયમ મુજબ રજૂ નહીં કરવા બદલ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લેવાની સત્તા હવે શહેર - જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરોને સોંપવામાં આવી છે. અત્યારસુધી આ આદેશ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવતા હતા. હવે આયોગે જ આ સત્તા કલેક્ટરોને સોંપી છે.

રાજય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવે તો રૂબરૂ સુનાવણી માટે તેમને આયોગની કચેરી ખાતે હાજર રહેવું પડે છે જે તમામ ઉમેદવારોને આર્થિક રીતે પરવડે નહીં. ચૂંટણીમાં તંદુરસ્ત હરિફાઇ થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા સરળ હોવાની સાથે વધુમાં વધુ ઉમેદવારો ચૂંટણીમાં ભાગ લેવા માટે ઉત્સાહ દર્શાવે તે જરૂરી છે જેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે સંબંધિત ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા કાર્યવાહી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...