અંતે જગ્યા ભરાઈ:6 માસથી ચાર્જ પર ચાલતી ગાંધીનગર મામલતદારની જગ્યા અંતે ભરાઈ

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મામલતદાર સંવર્ગના 13 અધિકારીઓને ડેપ્યુટી કલેક્ટર પદે પ્રમોશન અપાયા છે. જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ચીટનીશ એવા કે. ટી. મેણાતની કચ્છમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે બદલી થઈ છે. આ તરફ રાજ્યના 155 મામતદારોની આંતરીક બદલીઓમાં છેલ્લા 6 મહિનાથી ચાર્જ પર ચાલતી ગાંધીનગર મામલતદારની જગ્યા ભરાઈ છે. અમદાવાદ ચૂંટણી મામલતદાર તરીકે ફરજ બજાવતા વિવેકકુમાર દરજીને ગાંધીનગર મામલતદાર તરીકે મુકાયા છે. ગાંધીનગર ચૂંટણી મામલતદાર તરીકે એચ. કે. ગઠવી મુકાયા છે જેઓ નર્મદા કલેક્ટર કચેરી ખાતે જનસંપર્ક અધિકારી તરીકે હતા.

ગાંધીનગર કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારી વસંતકુંવરબા પરમારને સાબરમતી મામલતદાર તરીકે મુકાયા છે. તો IORA મામલતદાર તરીકે મહુધાના મામલતદાર ડો. દિપલ એ. ભારાઈને મુકાયા છે. જ્યારે ડિઝાસ્ટર મામલતદાર તરીકે રહેલાં આર. આર. કપૂરને રાણપુર બોટાદ મુકાયા છે. રાજ્યના 118 નાયબ માલતદારને મામલતદાર તરીકે પ્રમોશન અપાયા છે. જેમાં ગાંધીનગરમાં ડિઝાસ્ટર મામલતદારની ખાલી પડેલી જગ્યા પર અમદાવાદના ગોવિંદભાઈ બી. દેસાઈને પ્રમોશન સાથે મુકાયા છે.