ગુડાના ગામોના વિકાસ માટે ગ્રાન્ટમાં ડબલ વધારો ડ્રાફ્ટ બજેટમાં કરવામાં આવે તેવી શક્યતા રહેલી છે. કેમ કે ગુડાના ગામો મનપામાં સમાવેશ કરતા તેની અસર ડ્રાફ્ટ બજેટ ઉપર પડશે. જોકે ગુડાના એક અધિકારી ટ્રેનિંગમાં હોવાથી ડ્રાફ્ટ બજેટ નિયત કરેલી તારીખ 15મી, માર્ચ પહેલાં રજુ કરીને મંજુર કરવામાં આવ્યું નથી. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકના 18 જેટલા ગામો ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેશ થઇ ગયો છે. જેને પરિણામે વર્ષ-2023-24ના ગુડાના ડ્રાફ્ટ બજેટમાં તેની અસર જોવા મળશે તેવી શક્યતા રહેલી છે.
ઉપરાંત ડ્રફ્ટ બજેટમાં વાવોલ, સરગાસણમાં નવા આવાસ યોજનાનું આયોજન થાય તેવી પણ શક્યતા રહેલી છે. ઉપરાંત ચાલુ વર્ષે ચાલતા વિવિધ આવાસ યોજના તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતના કામો નવા ડ્રાફ્ટ બજેટમાં કામોને લંબાવવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે. જોકે ગુડા વિસ્તારના ગામોના વિકાસ માટે ગત વર્ષના બજેટમાં રૂપિયા 50 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. તેમાં પણ વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડબલ વધારો થાય તેવી પણ શક્યતા રહેલી છે. જોકે સાચુ ચિત્ર તારીખ 28મી, મંગળવારના રોજ ગુડાની બજેટ બેઠક મળે તેમાં વર્ષ-2023-24નું ડ્રાફ્ટ બજેટ રજુ થાય પછી સાચુ ચિત્ર સ્પષ્ટ થશે. ગુડાનું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ તારીખ 15મી, માર્ચ પહેલાં મંજુર કરવામાં આવ્યું નથી.
આથી વર્ષ-2023-24ના ડ્રાફ્ટ બજેટ નિયત કરેલી તારીખ કરતા 13 દિવસ જેટલું લેટ રહેશે. ગુડાના અધિક્ષક વી.એન.શાહ હાલમાં ટ્રેનિંગમાં હોવાથી તેઓ આગામી તારીખ 24 પછી આવવાના છે. આથી હાલમાં ગુડાનો ચાર્જ મનપાના કમિશ્નર સંદિપ સાગલેને આપવામાં આવ્યો છે. પરંતુ તેઓ ઇન્ચાર્જમાં હોવાથી ગુડાનું વર્ષ-2023-24નું બજેટ લેટ મંજુર થશે તેવી ચર્ચા ગુડાના કર્મચારીઓમાં જોવા મળતી હતી. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ-2022-23નું ડ્રાફ્ટ બજેટ 602 કરોડનું મંજુર કરવામાં આવ્યું હતું.
જ્યારે વર્ષ-2023-24નું ડ્રાફ્ટ બજેટ ઓછું રહેવાની પણ શક્યતા રહેલી છે. તેની પાછળ ગુડાના ગામોનો ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં થયેલા સમાવેશની અસર બજેટ ઉપર પડે તેવી શક્યતા રહેલી છે.ગુડાના ગામોના વિકાસ માટે બજેટની રકમ ડબલ કરાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.