તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી SOPમાં છૂટછાટ મળશે:કમૂરતાં બાદ લગ્નમાં 200 મહેમાનની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અગાઉ સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી ( ફાઈલ ફોટો). - Divya Bhaskar
અગાઉ સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી ( ફાઈલ ફોટો).
  • અનલોક-4માં સો લોકોની લિમિટ સાથે દરેક પ્રકારના પ્રસંગને પરવાનગી હતી

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી કમૂરતાં ઊતરતાં લગ્નમાં 100ની જગ્યાએ 200 મહેમાનની મંજૂરી આપે એવી શક્યતા છે. બીજી બાજુ, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અને રાજકીય તાયફાઓમાં ભીડ ભેગી થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી અમલમાં છે, એમાં ફેરફાર કરીને રાત્રે 12 વાગ્યાથી કર્ફ્યૂ લાદી શકે છે.

રાજ્ય સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે ( ફાઈલ ફોટો).
રાજ્ય સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે ( ફાઈલ ફોટો).

અનલોક-4માં સો લોકોની લિમિટ સાથે દરેક પ્રકારના પ્રસંગને પરવાનગી હતી
22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યૂ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.

અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂ લદાતાં 1700 લગ્ન પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું હતું ( ફાઈલ ફોટો).
અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂ લદાતાં 1700 લગ્ન પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું હતું ( ફાઈલ ફોટો).

અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્ન અટવાયાં હતાં
અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતાં 1700 લગ્ન પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું હતું. કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતાં વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો હતો. અમદાવાદમાં આ સમયે કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા, જે રદ કરવા પડ્યા હતા. માત્ર એટલું જ નહીં, લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા, જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser