રૂમને ખસેડવા આદેશ:સિવિલમાં 3 માસ પહેલાં ખસેડાયેલો પોલીસ રૂમ ફરી 39 નંબરમાં લવાયો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલના પોલીસ રૂમની દિલ્હીથી દોલતાબાદ જેવી હાલત

સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના પોલીસ રૂમની હાલત દિલ્હીથી દોલતાબાદ જેવી બની રહી છે. ત્રણ માસ અગાઉ રૂમ નંબર-37માં પોલીસને ખસેડવામાં આવી હતી. જોકે ત્રણ માસ બાદ પુન: પોલીસને રૂમ નંબર-39માં ખસેડવાનો સિવિલ તંત્ર દ્વારા આદેશ કરાયો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સફાઇ, રિપેરીંગનો અભાવ સહિતના મુદ્દે ચર્ચામાં રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં વર્ષોથી પોલીસ માટે રૂમ નંબર-39 ફાળવવામાં આવ્યો હતો. જોકે ત્રણેક માસ અગાઉ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પોલીસ રૂમને ખસેડવાનો આદેશ કર્યો હતો.

જેમાં ઇમરજન્સી વોર્ડના રૂમ નંબર-37માં પોલીસને બેસવાનો આદેશ કર્યો હતો. આથી ઇમરજન્સીમાં એક્સિડન્ટ, મારામારી, દવા પીધી, ડુબી ગયા સહિતના આવતા કેસો માટે પોલીસને બહાર બેસવાની ફરજ પડતી હતી. જોકે રૂમ નંબર-37માં પોલીસને બેસાડ્યા બાદ તેમાં લોકો સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો નંબર જાણી શકે તે રીતે સ્ટીકર લગાવવામાં આવ્યું હતું.

જોકે રૂમ અંદર પડતો હોવાથી પોલીસના કર્મચારીઓને તકલીફ પડતી હતી. પરંતુ ફરજ બજાવવાની હોવાથી પોલીસ કર્મચારીઓ કોઇ જ વિરોધ કરતા નહી. ત્રણ માસ બાદ પુન: સિવિલના સત્તાધીશોએ આદેશ કર્યો કે રૂમ નંબર-39માં પોલીસ રૂમને ખસેડવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...