નિર્ણય:LRD ઉમેદવારોની શારીરિક કસોટી 10થી 12 જાન્યુઆરીએ જ લેવાશે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઈબ્રન્ટને લઈને કસોટી પાછી ઠેલી હતી

વાઈબ્રન્ટ સમિટને લઈને ગાંધીનગરના મેદાન પર 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો હતો. પરંતુ વાઇબ્રન્ટ સમિટ રદ થવાના કારણે જૂની તારીખમાં જ પરીક્ષા લેવામા આવશે. રાજ્યમા પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની શારીરિક કસોટી લેવામા આવી રહી છે. પરંતુ ગાંધીનગર શહેરમા વાઇબ્રન્ટ સમિટ યોજાવાની હોવાથી તારીખમા ફેરફાર કરવામા આવ્યો હતો.

ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખ બદલીને 31 જાન્યુઆરી, 1 અને 2 ફેબ્રુઆરી દરમિયાન યોજાવાની હતી. જે અંગે લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જાણકારી પણ આપી હતી. પરંતુ હવે વાઇબ્રન્ટ સમિટને રદ કરાતા ઉમેદવારોની શારીરિક કસોટી 10,11, અને 12 જાન્યુઆરીએ પરીક્ષા લેવાશે. રાજ્યમાં 3 ડિસેમ્બર 2021થી શારીરિક કસોટી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...