ચૂંટણી:ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25થી 28 નવેમ્બર મતદાનની પ્રક્રિયા થશે

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં 25થી 28 નવેમ્બર સુધી પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. જે અંતર્ગત ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને જેમણે 12-ડી ફોર્મ ભરીને આપ્યું હોય તેવા કર્મચારીઓ સવારે 9થી સાંજના 5 કલાક દરમ્યાન નિયત કરેલાં સ્થળોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.

ચૂંટણી પ્રક્રિયામાં અવિરત કાર્યરત તમામ અધિકારીઓ- કર્મયોગીઓ પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. આવા તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા નિયત નમૂનામાં ફોર્મ 12-ડી મગાવવામાં આવ્યા હતા.

જે અનુસંધાને દહેગામમાં આજે જી.એમ.એન. આર્ટ્સ એન્ડ એમ.બી.પટેલ કોલેજ ઓફ કોમર્સ ખાતે મતદાન યોજાશે. ગાંધીનગર દક્ષિણમાં 26 અને 27 નવેમ્બર દરમિયાન સેક્ટર-15 સરકારી કોમર્સ કોલેજ ખાતે ગાંધીનગર ઉત્તરમાં 27મીએ સેક્ટર-28 સરકારી ઇજનેરી કોલેજ, માણસામાં 28મીએ એસ.ટી.આર્ટસ એન્ડ બી.આર.કોર્મસ કોલેજ ખાતે કલોલમાં 26 અને 27મીએ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકૂળ, સઇજ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...