પાણી સમસ્યા:અપૂરતા પાણીની સમસ્યા મુદ્દે કોટેશ્વરના લોકોએ મૅયર અને સ્ટેન્ડિંગ ચૅરમેનને ઘેર્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટેશ્વરમાં 22.32 કરોડના ખર્ચે વૉટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું ખાતમુહૂર્ત કરાયું

વૉટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના ખાતમુહૂર્ત માટે કોટેશ્વર પહોંચેલા મૅયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને પાણીની સમસ્યાના મુદ્દે સ્થાનિક રહીશોએ ઘેરી લીધા હતા. આથી પદાધિકારીઓએ સ્થળ પરથી જ અધિકારીઓને તાકીદે સમસ્યા ઉકેલવા આદેશ કર્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-11માં સમાવિષ્ટ કોટેશ્વર ગામના દરવાજા પાસે 22.32 કરોડ ખર્ચે વૉટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરાશે. કામગીરીના ખાતમુહૂર્ત માટે ગુરુવારે મૅયર હિતેષ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન જશવંત પટેલ, ભાજપના મહામંત્રીઓ, સ્થાનિક નગરસેવકો કોટેશ્વર પહોંચ્યા હતા. આ સમયે જ કેટલાક રહીશોનું ટોળું કાર્યક્રમ સ્થળ પાસે ધસી આવ્યું હતું. કેટલી મહિલાઓ સહિતના ટોળાએ મૅયર અને સ્ટેન્ડિંગ કમિટી ચૅરમેનને પાણી મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી.

કોટેશ્વરમાં આવેલા ફૂલવાળો વાસ, ઉમિયાનગર, દેવીપૂજક વાસ સહિતના કેટલાક વિસ્તારમાં પૂરતા ફોર્સથી પાણી આવતું ન હોવાની ફરિયાદો છે. ગામમાં અન્ય વિસ્તાર સારી રીતે પાણી આવતું હોવાની તથા બીજા વિસ્તારમાં સરખું આવતું હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ રજૂઆત કરી હતી. જેને પગલે મૅયર અને સ્ટેન્ડિંગ ચૅરમેને નાગરિકોને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

સ્ટેન્ડિંગ ચૅરમેને લોકોની સામે જ સ્પીકર પર ફોન મૂકીને મનપાના ઇલેક્ટ્રિક એન્જિનિયર સાથે વાત કરી હતી. એન્જિનિયરે બોરની કામગીરી માટે વાયર મગાવ્યો હોવાની વાતો કરી હતી. સામે પક્ષે સ્થાનિકોએ બોર ઓપરેટર વાલ્વ ખરાબ હોવાની વાતો કરતાં હોવાના આક્ષેપ કર્યા હતા. જેને પગલે મૅયર અને સ્ટેન્ડિંગ ચૅરમેન દ્વારા તાત્કાલિક ધોરણે સમસ્યાના નિવારણ માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...