કાર્યવાહી ન કરવા રજૂઆત:મુસાફર ટિકિટ ખોઈ નાખે, દંડ ભરે છતાં કન્ડક્ટર સામે લેવાતાં પગલાંથી રોષ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ST મજદુર સંઘની દંડનીય કાર્યવાહી ન કરવા રજૂઆત
  • મોટર વ્હિકલ એક્ટની કલમ-124 મુજબ ટિકિટ સાચવવાની જવાબદારી મુસાફરની

એસ ટી નિગમની કંડક્ટરને દંડવાની ખોટી નીતિથી કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે. મુસાફર ટિકિટ ખોઈ નાખે અને દંડ ભરે તો તેમાં પણ નિગમને કંડક્ટરની ભૂલ દેખાતાં દંડનીય કાર્યવાહીના વિરોધમાં ગુજરાત એસટી મઝદુર મહાસંઘે રજૂઆત કરી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરો ટિકિટ લે અને કંડક્ટર તેની કામગીરી યોગ્ય રીતે કરે તે માટે નિયમો બનાવ્યા છે. મોટર વ્હિકલ એક્ટની કલમ-124 મુજબ ટિકિટ સાચવવાની જવાબદારી મુસાફરની છે.

ઉપરાંત ચેકિંગ દરમિયાન મુસાફર ટિકિટ રજૂ ન કરી શકે તો મોટર વ્હિકલ એક્ટની કમલ-178 મુજબ ટિકિટના દર તથા દસ ગણો દંડ અથવા રૂ. 500, બેમાંથી જે ઓછું હોય તે મુસાફર પાસેથી ચેકિંગ અધિકારી વસૂલે છે પરંતુ કંડક્ટરે મુસાફરે માંગ્યા મુજબની ટિકિટ આપી છે પરંતુ મુસાફરથી ટિકિટ ખોવાય અને ચેકિંગ આવે ત્યારે ટિકિટ રજૂ ન કરી શકે તો અને દંડનીય રકમ ભરે તો કંડક્ટર દોષિત રહેતો નથી.

તેમ છતાં કંડક્ટરને દોષિત ઠેરવીને તેની સામે ખાતાકીય કાર્યવાહી કરાય છે. એસ ટી નિગમની આવી કામગીરીથી કર્મચારીઓનું મનોબળ તોડવાનું હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. ઉપરાંત નિગમ દ્વારા હાલમાં કંડક્ટરોને ઇબીટીએમ મશીન આપ્યા છે તેમાં કયા કયા સ્ટેન્ડથી કેટલા કેટલા મુસાફરો ક્યાં ક્યાં જવાની ટિકિટ લીધી સહિતની વિગતો મળી રહે છે. આથી તેમાં ધાંધલી થવાની શક્યતા પણ નથી. તેમ છતાં કંડક્ટરને દોષિત ઠેરવવાની એસ ટી નિગમની નીતિ સામે ગુજરાત એસટી મઝદુર મહાસંઘે નિગમમાં રજુઆત કરી હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...