ટોચના નેતા મેદાનમાં:ભાજપમાં 32 બેઠકો પર બબાલ ડેમેજ કંટ્રોલ માટે પાર્ટીએ 7 ટોચના નેતા મેદાનમાં ઉતાર્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવે ભાજપ સાંભળી રહ્યો છે...‘બત્રીસ પૂતળી’ની વેદના
  • વડોદરામાં નારાજ વર્તમાન-પૂર્વ ધારાસભ્યોએ મનાવવા આવેલા હર્ષ સંઘવીને મળવાનું ટાળ્યું

આ ચૂંટણીમાં ભાજપે વિક્રમી મહત્તમ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ ગુજરાતના ચારેય ઝોનમાં અલગ-અલગ 32 બેઠકો પર ટિકિટોની વહેંચણીને લઇને અસંતોષ ફેલાતાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓના રાજીનામાં પડી રહ્યા છે. ઘણાં મોટા નેતાઓએ અપક્ષ દાવેદારી કરી દીધી છે અને આ રીતે ભાજપને સીધું નુક્સાન થવાની શક્યતા છે. આ સંજોગોમાં ભાજપે હવે ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. ભાજપના મોવડીમંડળની સૂચના અનુસાર ગુજરાતમાં ભાજપના વગદાર નેતાઓને અલગ-અલગ વિસ્તાર વહેંચી દઇને નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓને મનાવવા માટેની કવાયત હાથ ધરી છે.

આ માટે ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, ભાર્ગવ ભટ્ટ અને વિનોદ ચાવડા ગુજરાતના વિવિધ પ્રાંતોના પ્રવાસ કરી રહ્યા છે. જો કે વડોદરામાં શનિવારે નારાજ ધારાસભ્યોને મનાવવા ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. પણ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ-પાદરાના પૂર્વ ધારાસભ્યો સતિષ નિશાળીયા અને દિનેશ પટેલે સંઘવીને મળવાનું ટાળ્યું હતું. અમુક બેઠકો પર માત્ર કપાયેલા ધારાસભ્યો જ નહીં, પરંતુ ટિકિટ મેળવવામાં નિષ્ફળ નિવડેલા નેતાઓએ પણ વિરોધ છેડ્યો છે.

પહેલા પ્રયત્ને કેસરીસિંહને મનાવવામાં દેવુસિંહને સફળતા

માતરના ધારાસભ્ય કેસરી સિંહ ટિકિટ કપાવાથી નારાજ થઈને આપમાં જોડાયા હતા. આપમાં જોડાયાના 37 કલાકમાં તેઓ ભાજપમાં પાછા ફર્યા હતા. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની સમજાવટથી કેસરીસિંહ પાછા ફર્યા હતા.

32 બેઠકો પૈકી 11 બેઠકો ભાજપ ગત ચૂંટણીમાં હાર્યો હતો, ઘણી બેઠકો પર સંખ્યાબંધ નેતાઓ નારાજ

ક્યાં કોને ડેમેજ કંટ્રોલની જવાબદારી સોંપાઈ

ઉત્તર ગુજરાત પરસોત્તમ રૂપાલા

​​​​​​​અમદાવાદ અને કમલમઃ પ્રદીપસિંહ વાઘેલા

​​​​​​​દક્ષિણ ગુજરાત સી આર પાટીલ

​​​​​​​સૌરાષ્ટ્રમાં​​​​​​​ ​​​​​​મનસુખ માંડવિયા, વિજય રૂપાણી

​​​​​​​મધ્ય ગુજરાત હર્ષ સંઘવી અને ભાર્ગવ ભટ્ટ

મધ્ય ગુજરાત અગાઉ જીતેલા 6 ધારાસભ્ય કપાયા

બેઠકમાર્જિનપરિણામરોષનું કારણ
નરોડા60,142જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

અમરાઇવાડી49,732જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

વિરમગામ6,548હાર

ઉમેદવાર સામે વિરોધ

શહેરા41,069જીત

ઉમેદવાર સામે વિરોધ

નાંદોદ6,329હાર

ઉમેદવાર સામે વિરોધ

માતર2,406જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

વાઘોડિયા10,271જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

માંજલપુર56,362જીત

MLA કપાય તેવી દહેશત

પાદરા19,027હાર

ઉમેદવાર સામે વિરોધ

કરજણ3,564હાર

ઉમેદવાર સામે વિરોધ

​​​​​​ઉત્તર ગુજરાત |સાત બેઠકો પર પડકારજનક સ્થિતિ

મહેસાણા7,137જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

હિંમતનગર1,712જીત

જીતેલા કપાય તેવી દહેશત

ધાનેરા2,093હાર

ઉમેદવાર સામે વિરોધ

વિજાપુર1164જીત

ઉમેદવાર સામે વિરોધ

બેચરાજી15,811હાર

ઉમેદવાર સામે વિરોધ

ડીસા14,531જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

બાયડ7,901હાર

જીતેલાં કોંગ્રેસી ધારાસભ્ય

ભાજપમાં આવ્યા બાદ કપાયા

વિસનગર2,870જીત

ઉમેદવાર સામે વિરોધ

​​​​​​​સૌરાષ્ટ્ર ઉમેદવારોનો સ્થાનિક સ્તરે વ્યાપક વિરોધ

વાંકાનેર1,361હાર

ઉમેદવાર સામે વિરોધ

બોટાદ906જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

મહુવા5,009જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

કાલાવડ32,951હાર

ઉમેદવાર સામે વિરોધ

તાલાળા31,646હાર

ઉમેદવાર સામે વિરોધ

કોડીનાર14,535હાર

ઉમેદવાર સામે વિરોધ

જામનગર ઉત્તર40,963જીત

જીતેલા ધારાસભ્ય કપાયા

​​​​​​​દક્ષિણ ગુજરાત મોટાભાગના ઉમેદવારોનો વિરોધ

લિંબાયત31,951જીત

ઉમેદવાર સામે વિરોધ

કામરેજ28,191જીત

ઉમેદવાર સામે વિરોધ

ચોર્યાસી1,10,819જીત

સીટિંગ ધારાસભ્ય કપાયાં

ઓલપાડ61,578જીત

ઉમેદવાર સામે વિરોધ

વરાછા13,998જીત

ઉમેદવાર સામે વિરોધ

ઉધના42,528જીત

ઉમેદવાર સામે વિરોધ

સુરત પૂર્વ13,347જીત

ઉમેદવાર સામે વિરોધ

​​​​​​નાંદોદ બેઠક પરથી નારાજ ધારાસભ્ય હર્ષદ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે તો વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ લડવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...