માર માર્યો:પાનપાર્લર સામે દારૂ પીવાની ના પાડતાં માલિકને માર માર્યો

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 શખસ વિકલાંગ માલિકને માર મારી વેપારના રૂપિયા 10 હજાર લઇ ફરાર

તપાવન સર્કલ પાસે એક વિકલાંગ દ્વારા પાન પાર્લર ચલાવાય છે. ત્યારે રાત્રે પાર્લર પાસે 4 શખ્સો આવ્યા હતા અને વિદેશી દારૂની બોટલ ખોલી મદીરા પાન કરવા જઇ રહ્યા હતા. તે દરમિયાન પાર્લરના માલિકે તેમના ગલ્લા સામે દારૂ પીવાની ના પાડતા ચારેય લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને પાર્લરના વિકલાંગ માલિકને મારમારી ગલ્લામા રહેલા 10 હજાર રોકડા લઇને ફરાર થઇ ગયા હતા.

દિલીપકુમાર જુહાજી ઠાકોર (રહે, અમીયાપુર ગામની સીમ)ને પગમા વિકલાંગતા હોવાને કારણે તપોવન સર્કલ પાસે જય માતાજી નામથી પાન બીડીનો ગલ્લો ચલાવે છે. ત્યારે મોડી રાત્રે ગલ્લો ચાલુ હતો, તે દરમિયાન 4 લોકો એક એક્ટિવા અને એક બાઇક લઇને આવ્યા હતા. વાહન ઉપરથી ઉતરતાની સાથે જ લથડીયા ખાતા હતા.

ત્યારબાદ ગલ્લાની બાજુમા દારૂની બોટલ ખોલી હતી. જાહેર જગ્યા ઉપર પ્લાસ્ટીકના ગ્લાસમા દારૂ ભરતા હતા તે સમયે દિલીપભાઇએ દારૂ પીવાની ના પાડતા પિયુષે સીધો જ હુમલો કરી દીધો હતો. ત્યારબાદ સાથે આવેલા અન્ય ત્રણ લોકો અનુરાગ, નિરજ અને અભિનવ મારામારી કરવા લાગ્યા હતા. માર મરાતા ગલ્લાના માલિકે બરાડા પાડતા પાસે ચાની લારી ચલાવતા કાકાના દિકરાએ બચાવતા તેને પણ માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...