તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગર્ભપાતની દવાઓનું ઓનલાઈન વેચાણ કરનાર જવાબદાર કંપની સામે સંસ્થાએ કાર્યવાહી કરવા માંગણી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ફૂડ ડ્રગ્સ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય પગલા ભરવા માંગ

દેશભરમાં ગર્ભપાતની દવાઓનું ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ઓનલાઈન માધ્યમથી એમેઝોન સહિતનાં જવાબદાર વ્યક્તિઓ દ્વારા વેચાણ કરવામાં આવતું હોવા બાબતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય પગલા ભરવા માટે માંગણી કરવામાં આવી છે.

મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે

ગર્ભપાતની દવાઓનું ગેરકાયદેસર રીતે અનેક મેડિકલ સ્ટોર્સમાં વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશનરને લેખિતમાં પગલાં ભરવા માટે માંગણી કરવામાં આવી છે. મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્વારા લેખિતમાં જણાવાયું છે કે ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના રાજ્યના અનેક મેડિકલ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાઓનું વેચાણ થઈ રહ્યું છે.

એમેઝોન વેબસાઇટ પરથી ગર્ભપાતની દવા મંગાવી

એટલું જ નહીં પરંતુ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન પર પણ નિયમ વિરુદ્ધ ગર્ભપાતની દવા વેચાતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમણે તા. 14 જુનના રોજ એમેઝોન વેબસાઇટ પરથી ગર્ભપાતની દવા મંગાવી હતી જે દવા આજે તેમને ડિલિવરી કરવામાં આવી છે. જેનાં પર દવાનું નામ લખેલું છે. જે દવા ગર્ભપાત કરાવતા તત્વો ધરાવતી હોવાની સાથે ઉત્તરાખંડની કંપની દ્વારા બનાવીને મુંબઈની કંપની થકી માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે.

દવાઓનું ગેરકાયદેસર રીતે બિલ આપ્યા વિના ઓનલાઇન વેચાણ

એમટીપી એકટ મુજબ ગાયનેક ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર દવા વેચવાના લાયસન્સ ધરાવનાર માન્યતા પ્રાપ્ત ફાર્માસિસ્ટ જ તેનું વેચાણ કરવાનું રહેતું હોવા છતાં એમેઝોન તેમજ જવાબદાર વ્યક્તિઓ દ્વારા ગર્ભપાતની દવાઓનું ગેરકાયદેસર રીતે બિલ આપ્યા વિના જ ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને આવી પ્રવૃતિઓ કરનાર લોકો વિરુદ્ધ તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...