કાર્યવાહી:સિવિલને તમાકુ ફ્રી કરવાના આદેશનું પાલન કરાતું નથી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 માસમાં 5 હજારનો દંડ વસૂલાયો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલને તમાકુ ફ્રી કરવા માટે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં એસઆઇ, મેનેજર, આરએમઓ અને સિક્યુરિટી સ્ટાફને સાથે રાખવાનો સિવિલ હોસ્પિટલના અધિક્ષકે આદેશ કર્યો હતો. તેમ છતાં એસઆઇ અને મેનેજર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં ખો આપવાની નીતિ અપનાવી રહ્યા છે. જોકે છેલ્લા એક માસમાં અંદાજે માત્ર રૂપિયા 5000નો દંડ જ વસૂલાયો છે.

સિવિલ હોસ્પિટલમાં 1લી, નવેમ્બર-2022થી સિવિલ હોસ્પિટલમાં પાન-મસાલા ખાનારની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે દંડનીય કાર્યવાહી કરતી વખતે એસઆઇ, આરએમઓ, મેનેજર અને સિક્યુરીટી સ્ટાફને સાથે રાખવાનો સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતી લાખાણીએ આદેશ કર્યો હતો.

પરંતુ તેની અમલવારી કરવાને બદલે એસઆઇ અને મેનેજર ખો આપવાની નીતિ અપનાવી રહ્યા છે. ઉપરાંત તેઓને આપેલી રોગી કલ્યાણ સમિતિની રસીદ બુક પણ જમા કરાવી દીધી છે. ત્યારે સિવિલ હોસ્પિટલને તમાકુ ફ્રી કરવામાં સિવિલ અધિક્ષકના આદેશનું જ પાલન કરવામાં આવતું નથી. વધુમાં પાન-મસાલાની પિચકારીથી થતી ગંદકી થાય નહી તકેદારીના આરોગ્ય અગ્ર સચિવના આદેશનું પણ પાલન કરાતું નથી.

અન્ય સમાચારો પણ છે...