તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સે-5B ખાતે સ્ટોર્મ વોટરની કામગીરી વરસાદમાં રહીશો માટે જોખમી બની

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટોર્મ વોટરની કામગીરીને ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા. - Divya Bhaskar
સ્ટોર્મ વોટરની કામગીરીને ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા.
  • ઘરો પાસે જ ખોદાયેલા ખાડાઓમાં પાણી ભરાયાં, અનેક સ્થળે ભૂવા પડ્યા

ચોમાસામાં શહેરમાં સ્ટોર્મ વોટરલાઈની બેરોકટોક કામગીરીને પગલે શહેરમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને અનેક રહીશો પરેશાન થઈ ગયા છે. સે-13 ખાતે ઈકો કાર ભૂવામાં ગરકાવા થયા થયા બાદ હવે સ્ટોર્મ વોટરની કામગીરીને પગલે સે-5 બીના રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. બુધવારે પડેલા વરસાદને પગલે અહીં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને ખુલ્લા મુકી દેવાયેલા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. અહીં મકાનોને અડીને નખાયેલી સ્ટોર્મ વોટર લાઈનને પગલે રહીશોના મકાનો પર પણ જોખમ ઉભું થયું છે.

કારણ કે મકાનનો પાયો અઢીથી ત્રણ ફૂટ નીચો હોય જ્યારે તેને અડીને જ સાત જેટલા ખાડા ખોદવામાં આવ્યા છે.ત્યારે હવે તેમાં પાણી ભરાતા મકાન બેસી જાય તેવો ડર રહેવાસીઓને લાગી રહ્યો છે. શહેરમાં હાલ લગભગ તમામ રોડ પહોળા કરી સ્ટોર્મ વોટરલાઈન નાંખવાની કામગીરી પણ દરેક સેકટરોમાં હાથ ધરવામાં આવી છે. સે-5/બી ખાતે પણ પાઈપલાઈન નાંખવાની કામગીરી તંત્ર દ્વારા ચાલી રહી છે. ત્યારે વસાહતીઓએ બનાવેલા બગીચા અને ઘર આગળના પેવર બ્લોક પણ આ નવી ગટરલાઈનમાં તોડી નાંખવામાં આવી રહ્યાં છે. જ્યારે અમુક વિસ્તારમાં વ્હાલા-દવાલાની નીતિ અપનાવીને બગીચા કે પેવર બ્લોક છોડીને કામગીરી થતી હોવાનો આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. સ્થાનિકો અને કોન્ટ્રાકટર વચ્ચે અગાઉ ઘર્ષણ પણ થયું હતું. જોકે, કોર્પોરેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...