તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમાં ક્યાંથી ભણે ગુજરાત?:જિલ્લામાં એક જ સરકારી માધ્યમિક શાળા, વિદ્યાર્થીઓને ફરજિયાત ગ્રાન્ટેડ ખાનગી શાળામાં ભણવું પડે છે

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિસાવદરના ધારાસભ્યે પૂછેલા લેખિત પ્રશ્નનો શિક્ષણમંત્રીએ ઉત્તર આપ્યો દાયકા પહેલાં જિલ્લામાં 10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી
 • સરકાર દ્વારા વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે તે માટે શાળા પ્રવેશોત્સવ યોજાય છે

રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ ન છુટકે ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં લેવું પડશે. કેમ કે જિલ્લામાં સરકારી માત્ર એક જ શાળા આવેલી છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે.ત્યારે સરકારમાથી આવી વિગતો બહાર આવી છે તેના પરથી કહી શકાય કે જો પાટનગરમાં જ આવી સ્થિતી હોય તો રાજ્યના અન્ય વિસ્તારમાં કેવી હાલત હશે તે સમજી શકાય તેમ છે.

સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં શિક્ષણના નિયમ, યોજનાઓ, લાભો, નવીન શાળાઓને મંજૂરી સહિતના નિર્ણયો જ્યાંથી લેવામાં આવે છે. તેવા રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લામાં માત્ર 1 જ સરકારી માધ્યમિક શાળા છે. આથી ગરીબ અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને માધ્યમિક શિક્ષણ ફરજિયાત ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં લેવું પડ છે. રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધે અને વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે તે માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવે છે.

આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણથી ઓછી આવક ધરાવતા પરિવારના બાળકો વંચિત રહે નહીં તે માટે ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ મફત ખાનગી શાળાઓમાં ભણાવવામાં આવે છે. પરંતુ સરકારી માધ્યમિક શાળા માત્ર એક જ હોવાથી માધ્યમિક શિક્ષણ માટે ન છુટકે ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાં શિક્ષણ લેવાની ફરજ પડશે તેવું ચિત્ર ઉપસ્યુ છે. જોકે એકાદ દાયકા પહેલાં ગાંધીનગર જિલ્લામાં દસેક જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ આવેલી હતી.

વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદકુમાર રીબડિયાએ પ્રશ્ન પૂછ્યો છે કે, 30 જૂન-2019ની સ્થિતિએ રાજ્યમાં જિલ્લાવાર કેટલી સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે. પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું તે મુજબ, ગાંધીનગર જિલ્લામાં માત્ર એક જ સરકારી માધ્યમિક શાળા આવેલી છે. જ્યારે ખેડા, મહેસાણા, મહિસાગર, નવસારી, પંચમહાલ અને અરવલ્લીમાં સરકારી માધ્યમિક શાળાઓ દસથી પણ ઓછી છે.તેવી માહિતી પણ બહાર આવતા શિક્ષણની કેવી હાલત છે તે સમજી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો