તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્વાર્ટરની ફાળવણી:ફાયરબ્રિગેડના જવાનો માટે બાંધેલા નવા આવાસને બદલે જૂનાં ક્વાર્ટર ફાળવાયાં

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 6 મહિના પહેલા બનેલાં મકાનો અન્યને આપવા મ્યુનિ. કોર્પોમાં હિલચાલ
 • જૂના ક્વાર્ટરના બંને બ્લોકમાં રહેતા કર્મચારીઓને 7 દિવસમાં ખાલી કરવા આદેશ

સેક્ટર-17 ખાતે ફાયરબ્રિગેડના કર્મચારીઓ માટે બનેલા સ્ટાફ ક્વાટર્સ અંદાજે 6 મહિનાથી તૈયાર થઈને પડ્યા છે. પરંતુ તૈયાર થયેલા ક્વાટર્સ ફાયરના કર્મચારીઓને ફાળવવામાં આવતા નથી. કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ આ ફાયર બ્રિગેડના જવાનો માટે તૈયાર થયેલા ક્વાટર્સ અન્ય કર્મચારીઓને ફાળવવાની હિલચાલ ચાલી રહી છે. જેને પગલે છેલ્લા ઘણા સમયથી ફાયરના જવાનોને સ્ટાફ ક્વાટર ફાળવાતા નથી. નવા બનેલા ક્વાટરની સામે જ હાલ બે જૂના બ્લોક આવેલા છે, જેમાં હાલ કેટલાક કર્મચારીઓ રહે છે. ત્યારે હવે આ કર્મચારીઓને મકાન ખાલી કરવા આદેશ કરાયો છે.

આ કર્મચારીઓને સામે જ તૈયાર થયેલા નવા મકાન અપાતા નથી અને સે-23 અને 28 ખાતે મકાન આપવાનું કહેવાયું છે. આ કર્મચારીઓને 7 દિવસમાં જ મકાન ખાલી કરીને નવા મકાનનો કબ્જો લેવા આદેશ કરાયો છે. સેક્ટર-17 ખાતે આવેલા બંને બ્લોક જર્જરિત થઈ ગયેલા હોવાથી નવા બનાવવાના હોવાથી કર્મચારીઓને મકાન ખાલી કરવાનું કહેવાયું છે.

ત્યારે કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ જે સ્થળોએ મકાન અપાયા છે તે પણ એટલા જ જૂના મકાનો છે. તો કેમ ફાયર કેમ્પસમાં તૈયાર થયેલા ક્વાટર નથી અપાતા તે સવાલ છે. કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા 2017માં કરોડોના ખર્ચે પોતાનું બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે હાલ પાટનગરની રચના સમયે ફાયર વિભાગને ફાળવવામાં આવેલી જગ્યા પર બિલ્ડિંગ બની રહ્યું છે. આ સાથે ફાયર સ્ટેશન અને ફાયર સ્ટાફ ક્વાટર્સનો પ્લાન તૈયાર કરાયો હતો. ત્યારે હવે મકાનો તૈયાર થવા છતાં તંત્ર દ્વારા ફાયરના જવાનોને ક્વાટર્સ ફાળવવામાં આવતા નથી.

મનપા ઉલટી ગંગા શરૂ કરવાની તૈયારીમાં હોવાની ચર્ચા
અગાઉ સ્થાયી સમિતિએ તાત્કાલિક ફાયર જવાનોને મકાન ફાળવી દેવા ઠરાવ કર્યો હતો. પરંતુ તેનું પાલન કરાયું નથી અને ઉલટાનું અન્ય કર્મચારીઓને મકાનો ફાળવવાનું આયોજન હોવાનું કહેવાય છે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં માત્ર ફાયરના જવાનોને જ ક્વાટર ફાળવવામાં આવે છે. ત્યારે ગાંધીનગર મનપામાં ઉલટી ગંગા શરૂ કરીને મકાનો અન્ય સ્ટાફને ફાળવવાની તૈયારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી ફાયરના જવાનો દ્વારા માંગણી કરાઈ છે કે તેમના માટે બનાવવામાં આવેલા ક્વાટર્સ તાત્કાલિક અસરથી તેમને આપવામાં આવે. જેથી કોઈ મોટી આકસ્મિક ઘટના કે આપત્તિ સમયે સ્ટાફ તાત્કાલિક પહોંચી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો